શોધખોળ કરો
Advertisement
દિવાળીના દિવસે જ બોલિવૂડની આ અભિનેત્રીનો લહેંગો દીવાથી સળગી ગયો પછી શું થયું? જાણો વિગત
નિયા શર્મા દિવાળી પર એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં તેના બ્યૂટિફૂલ લહેંગામાં એક દીવાથી આગ લાગી ગઈ હતી. લહેંગા પર લાગી આગને તરત જ કાબૂ મેળવી લીધી હતી
મુંબઈ: ટીવી સીરિયલ ‘જમાઈ રાજા’ ફેમ નાના પડદાની હોટ અને બોલ્ડ અભિનેત્રી નિયા શર્મા દિવાળીના તહેવાર પર બહુ જ સુંદર લાગી રહી હતી. નિયા શર્મા દિવાળી પર એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં તેના બ્યૂટિફૂલ લહેંગામાં એક દીવાથી આગ લાગી ગઈ હતી. લહેંગા પર લાગી આગને તરત જ કાબૂ મેળવી લીધી હતી પરંતુ તેનો લહેંગો સળગી ગયો હતો.
નિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્ટોરી ફેન્સ સાથે શેર કરી હતી. નિયાએ જણાવ્યું હતું કે, કેવી રીતે નાનકડો દીવો મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેણે સળગેલા લહેંગાની તસવીર પણ શેર કરી હતી. નિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, એક દીવાની શક્તિ. એક સેકન્ડમાં આગ લાગી ગઈ. હું ઘણાં લેયરનો લહેંગો પહેર્યો હોવાના કારણે બચી ગઈ હતી, કંઈ પણ થઈ શકતું હતું.
ઉલ્લેખનીય છે કે નિયા શર્મા એકતા કપૂરના શો નાગિનની ચોથી સીઝનમાં જોવા મળશે. તે ઈચ્છાધારી નાગિનના રૂપમાં જોવા મળવાની છે. નાગિનની સીઝન 1 અને 2માં મૌની રોયે નાગિનનું પાત્ર ભજવ્યું હતું જ્યારે સુરભિને સીઝન 3માં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement