શોધખોળ કરો
Advertisement
TVની કઈ ફેમસ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ? નામ જાણીને ચોંકી જશો
અભિનેત્રી નીતિ ટેલરે બોયફ્રેન્ડ પરિક્ષિત બાવા સાથે મંગળવારે સગાઈ કરી હતી. મંગળવારે રાત્રે નીતિએ બોયફ્રેન્ડ સાથે રિંગ એક્સચેન્જ કરી હતી. આ રિંગ સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી.
મુંબઈ: ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’માં મન્નત કૌર ખુરાનાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી નીતિ ટેલરે પોતાની નવી લાઈફની શરૂઆત કરી દીધી છે. અભિનેત્રી નીતિ ટેલરે બોયફ્રેન્ડ પરિક્ષિત બાવા સાથે મંગળવારે સગાઈ કરી હતી. નીતિએ સોમવારે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની જાણકારી આપી હતી કે હું સગાઈ કરવા જઈ રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પરિક્ષિતની સાથે એક તસવીર પણ શેર કરી હતી.
નીતિની સગાઈની અને મહેંદીની રસમની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. મંગળવારે રાત્રે નીતિએ બોયફ્રેન્ડ સાથે રિંગ એક્સચેન્જ કરી હતી. આ રિંગ સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં અભિનેત્રીના નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.
પરીક્ષિત બાવા નીતિને કેટલો પ્રેમ કરે છે તે આ તસવીર વાતનો પુરાવો છે જેમાં તે ઘૂંટણના બળ પર બેસીને રિંગ એક્સચેન્જ કરતો જોવા મળ્યો હતો. બોયફ્રેન્ડ બધાંની સામે ઘૂંટણીયે બેસી જતાં નીતિ પણ શરમાઈ ગઈ હતી. ત્યાર બાદ તેણે પરીક્ષિતને રિંગ પહેરાવી હતી.
રિંગ સેરેમની પૂર્ણ થયા બાદ નીતિ ડાન્સ ફ્લોર પર મન મુકીને ડાન્સ કરતી જોવા મળી હતી. તે સમયે તેની સાથે પરીક્ષિત પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. પોતાની રિંગ સેરેમનીમાં નીતિએ ગ્રે સિલ્વર કલરનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો.
નીતિએ મહેંદી રસમનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં નીતિ, તેના મિત્ર અને પરિવાર સાથે ડાન્સ અને મસ્તીના મૂડમાં જોવા મળી. નીતિએ સગાઈ વિશે જાહેર કરતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘અમે હંમેશા માટે નિર્ણય કરી લીધો છે. મારી લાઈફની સૌથી સુંદર ક્ષણની સાંજમાં હું તે દરેક ખુશી અને પ્રેમ અનુભવી રહી છું જે તમે કરી શકો છો. આ બધાથી તમને પૂર્ણ હોવાની અનૂભુતિ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion