શોધખોળ કરો
Advertisement
આ છે અરૂણ જેટલીની ભત્રીજી અને ભત્રીજો, ફુઆના નિધનથી બન્ને થયા ગનગીન
અરુણ જેટલીની ભત્રીજી અને ભત્રીજો એટલે કે ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને એક્ટર અક્ષય ડોગરા આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે. એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ સોશિયલ મીડિયા પર પોતાના ફુઆને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
મુંબઈ: પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અરૂણ જેટલીનું શનિવારે બપોરે નિધન થયું હતું. અરુણ જેટલીને છેલ્લાં કેટલાંક દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જોકે શનિવારે બપોરે તેમનું નિધન થયું હતું જેને લઈને માત્ર બોલિવુડ જ નહીં ટેલિવુડ જગતના એક્ટર્સ પણ દુઃખી જોવા મળ્યાં છે.
અરુણ જેટલીની ભત્રીજી અને ભત્રીજો એટલે કે ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને એક્ટર અક્ષય ડોગરા આ સમાચાર સાંભળીને દુઃખી થઈ ગયા છે. એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ સોશિયલ મીડિયા પર પોતાના ફુઆને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
— Ridhi Dogra (@iRidhiDogra) August 24, 2019ટીવી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને રિટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. રિદ્ધિએ બ્રોકન અને સેડ ઈમોજીનો યૂઝ કરીને અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે અક્ષય પણ ફુવાના નિધનથી દુઃખી જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2014માં રિદ્ધિએ ફુઆ અરુણ જેટલી માટે પ્રચાર કર્યો હતો. તે સમયે તેઓ અમૃતસરથી ચૂંટણી લડ્યા હતાં. રિદ્ધિ-અક્ષય ભાઈ-બહેન છે અને છેલ્લા ઘણાં સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.Warmest birthday wishes to you arun fufaji @arunjaitley Wishing you best of health and happiness always. Thanku for being an incredible source of inspiration to me and our entire family ♥️💫🦄🍾🎊🎂 pic.twitter.com/MoXOSgZ9OZ
— Ridhi Dogra (@iRidhiDogra) December 28, 2017
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement