(Source: ECI/ABP News/ABP Majha)
'આને તો.... ફાંસી એ જ લટકાવી દેવો જોઇએ...'- શ્રદ્ધા મર્ડર કેસમાં ગુસ્સે ભરાઇ હૉટ એક્ટ્રેસ, જાણો શું લખ્યુ ટ્વીટમાં...
આ ઘટના ખરેખરમાં સામાન્ય માણસને હચમચાવી નાંખે તેવી છે. હવે ટીવીની હૉટ હસીની 'ચંદ્રમુખી ચૌટાલા' એટલે કે કવિતા કૌશિકે (Kavita Kaushik) આ ઘટના પર પોતાના ગુસ્સા ઠાલવ્યો છે
Kavita Kaushik on Delhi murder case: દેશની રાજધાની દિલ્હીમાં થયેલા મર્ડર કેસમાં વધુને વધુ ચોંકાવનારી વિગતે બહાર આવી રહી છે, જેમ જેમ તપાસમાં રાજ ખુલી રહ્યાં છે, તેમ તેમ લોકો આરોપી આફતાબ પૂનાવાલા પર ગુસ્સે ભરાઇ રહ્યાં છે. હવે આ શ્રદ્ધા મર્ડર કેસ મામલે હૉટ એક્ટ્રેસે ખાસ ટ્વીટ કર્યુ છે, જે ખુબ વાયરલ થઇ રહ્યું છે.
શ્રદ્ધા મર્ડર કેસમાં મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલા (Aftab Poonawalla) એ હવે પોતાના ગુનાને પોલીસ સમક્ષ કબૂલી લીધો છે, તેને પોતાની પાર્ટરન અને ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલ્કર (Shraddha Walker)ની હત્યા કરી નાંખી હતી અને બાદમાં તેના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા. આ ઘટના ખરેખરમાં સામાન્ય માણસને હચમચાવી નાંખે તેવી છે. હવે ટીવીની હૉટ હસીની 'ચંદ્રમુખી ચૌટાલા' એટલે કે કવિતા કૌશિકે (Kavita Kaushik) આ ઘટના પર પોતાના ગુસ્સા ઠાલવ્યો છે, અને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરતા આરોપી આફતાબ માટે ફાંસીની માંગ કરી દીધી છે.
કવિતા કૌશિક કરી આવી માંગ -
કવિતા કૌશિકે ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું- આ છોકરાને તો ફાંસર જ થવી જોઇએ. આ જઘન્ય કૃત્ય માટે કોઇ બીજી સજા નથી. કવિતા કૌશિકના આ ટ્વીટ પર યૂઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. એક યૂઝરે કૉમેન્ટમાં લખ્યું- જનતાની વચ્ચે ફાંસીની સજા થવી જોઇએ. તેનાથી ઓછી સજા સ્વીકાર નથી. બીજા યૂઝરે લખ્યું- તરતજ ફાંસી થવી જોઇએ. વળી, બીજા એક યૂઝરે લખ્યું- આને પણ તેના જેમ કાપીને મારી નાંખવો જોઇએ, તેટલી તકલીફ તેને પણ થવી જોઇએ.
Shraddha Murder Case: શ્રદ્ધાના ટુકડા કર્યાના થોડાક દિવસો બાદ ઘાનો ઇલાજ કરાવવા ગયો હતો આફતાબ, ડૉક્ટર બોલ્યા- અંગ્રેજીમાં.......
Shraddha Murder Case Update: દિલ્હીમાં પોતાની લિવ-ઇન-પાર્ટનરની હત્યા કરવા અને તેના મૃતદેહના ટુકડે ટુકડા કરીને ફેંકનારા આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો ઇલાજ કરનારા એક ડૉક્ટરે કહ્યું કે, તે (આરોપી) મે મહિનામાં એક ઘા નો ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો, તે જ મહિનામાં તેને ગર્લફ્રેન્ડની હત્યા કરી નાંખી હતી. ડૉ. અનિલ કુમારે બતાવ્યુ કે, પૂનાવાલા જ્યારે ઇલાજ કરાવવા તેમની પાસે આવ્યો હતો ,તો તે બહુજ આક્રમક અને બેચેન હતો, તથા તેને જ્યારે ઇજા વિશે પુછ્યુ તો તે આરોપીએ બતાવ્યુ કે, ફળ કાપતી વખતે આ ઇજા થઇ છે.
ડૉક્ટરે કહ્યું- મે મહિનામાં તે સવારના સમયે આવ્યો હતો, મારા સહાયકે મને બતાવ્યુ કે, એક વ્યક્તિ આવ્યો છે, જેને ઘ છે, જ્યારે મે તેને જોયો તો તે ઉંડો ઘા ન હતો, પરંતુ મામૂલી જ હતો, જ્યારે મે તેને પુછ્યુ કે ઇજા કઇ રીતે પહોંચી, તો તેને બતાવ્યુ કે ફળ કાપતી વખતે થઇ. મને કોઇ શક નહતો થયો, કેમ કે તે ચાકૂથી થનારો નાના ઘા હતો. તેને કહ્યું હતુ કે, જ્યારે તે ઇલાજ દરમિયાન પહેલીવાર 28 વર્ષીય પૂનાવાલાને મળ્યા તો તે ખુબ સાહસી અને આત્મવિશ્વાસી વ્યક્તિ લાગ્યો હતો.
પોલીસ આફતાબને લઇને પહોંચી હૉસ્પીટલ -
ડૉક્ટરે બતાવ્યુ કે- બે દિવસ પહેલા પોલીસ તેને મારી હૉસ્પીટલમાં લઇને આવી હતી, અને પુછ્યુ કે શું આ વ્યક્તિનો ઇલાજ કર્યો હતો, મે તેન ઓળખી લીધો અને હાંમાં જવાબ આપ્યો. જ્યારે તે ઇલાજ માટે આવ્યો હતો તો તે બહુજ આક્રમક અને બેચેન હતો. તે મારી આંખોમાં આંખો નાંખીને વાત કરતો હતો. તે અંગ્રેજીમાં બોલી રહ્યો હતો અને મને બતાવ્યુ કે તે મુંબઇથી છે અને અહીં આઇટી ક્ષેત્રમાં સારી તક મળવાના કારણે દિલ્હી આવ્યો છે.
ડૉક્ટરને ના થઇ કોઇ શંકા -
અહીં એપેક્સ હૉસ્પીટલમાં પૂનાવાલાનો ઇલાજ કરનારા ડૉક્ટરે કહ્યું- મારી પત્ની પણ મુંબઇના માટુંગાથી છે અને તેને મને બતાવ્યુ હતુ કે, આજે હું એક દર્દીને મળ્યો, જે મુંબઇથી આવ્યો હતો અને અહીં એક સારી કામની તલાશમાં આવ્યો છે. મને સંદેશ ન હતો થયો કે તે વ્યક્તિએ કોઇની હત્યા કરી હશે. તેની સહજતાથી ટાંકા લગાવડાવ્યા અને એવુ પ્રદર્શિત ન કર્યુ કે તેને દુઃખ થઇ રહ્યું છે, તેને ઇલાજના પૈસા ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતુ.