બંને આરોપીઓ કુરિયર કંપનીઓમાં કામ કરે છે. બંનેએ પોલીસની પકડમાંથી છૂટવાની નિષ્ફળ કોશિશ કરી હતી. પોલીસે શનિવારે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા, જે બાદ બંનેને જેલમાં મોકલવામાં આવ્યા છે.
2/4
ત્યારબાદ રૂપાલી અને કેર ટેકરે વર્સોવા પોલીસ સ્ટેશન જઈને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી. ફરિયાદ કર્યાના 3 કલાકમાં જ પોલીસે બાઈકચાલક મુકેશ મોકલ (30 વર્ષ) અને બાઈક સવાર આકાશ ધાત્કર (22 વર્ષ)ની ધરપકડ કરી. પોલીસે બંને આરોપીઓને તેમની ઓફિસમાંથી ઝડપી પાડ્યા.
3/4
રૂપાલીએ આસપાસના લોકો પાસે મદદ માગી છતાં કોઈ આગળ ન આવ્યું. ઈજાગ્રસ્ત રૂપાલી ઘટના બાદ દીકરાને સ્કૂલે મૂકવા ગઈ. પરંતુ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલા તેના દીકરાને સ્કૂલ સત્તાધિશોએ ઘરે લઈ જવાની સલાહ આપી.
4/4
નવી દિલ્હીઃ ‘સારાભાઈ VS સારાભાઈ’થી જાણીતી થયેલ ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સાથે એક શોકિંગ ઘટના બની છે. રૂપાલી ગાંગુલી તેના પાંચ વર્ષના દીકરા અને કેયરટેકરની સાથે ગાડી ચલાવીને મુંબઈના અંધેરી વિસ્તારથી ઘરે જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલ બે અજાણ્યા લોકો સાથે તેને બોલાચાલી થઈ અને આ બન્નેએ તેની કારનો કાચ તોડ્યો હતો જેના કારણે રૂપાલીને હાથમાં ઈજા થઈ હતી.