Urfi Javed સામે પોલીસ ફરિયાદ, ગુસ્સામાં કહ્યું: લોકોને રેપ અને મર્ડર કરવાવાળાથી કોઈ પ્રોબ્લમ નથી
Urfi Javed On Police Complaints: ઉર્ફી જાવેદ વિરુદ્ધ ફરપોલીસ ફરિયાદો કરવામાં આવી છે. અભિનેત્રીએ એક પોસ્ટ દ્વારા કેસ દાખલ કરનારાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Urfi Javed On Complaint Against Her: ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના અભિનય અથવા કામને કારણે નહીં પરંતુ તેની ફેશનને કારણે લાઇમલાઇટમાં રહે છે. એની અદ્દભુત ફેશન જોઈને ભલભલાના માથાં ચકરાવે ચડી જાય છે. ક્યારેક તે સિમ કાર્ડથી બનેલો ડ્રેસ પહેરે છે તો ક્યારેક તે સાઈકલ ચેઈનમાંથી આઉટફિટ બનાવે છે. ઘણી વાર તો તે ફક્ત બોડી પર કલર કરીને આવી જાય છે. આટલું જ નહીં અભિનેત્રી તેના બોલ્ડ લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઉર્ફીના કપડાં જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક લોકોને ઉર્ફી જાવેદનો અનોખો લુક પસંદ છે તો ઘણા લોકોને તેનો બોલ્ડ લુક બિલકુલ પસંદ નથી આવતો જેથી તેને ખરાબ રીતે ટ્રોલ કરે છે. કેટલીકવાર તેને તેના બોલ્ડ લુકને લઈને ધમકીઓ મળે છે, અને કેટલાક લોકો કેસ દાખલ કરે છે અને તેને કોર્ટમાં ખેંચે છે. હવે એક્ટ્રેસે પોતાની વિરુદ્ધ કેસ દાખલ કરનારા લોકો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
ઉર્ફી જાવેદ કેસ કરનારાઓ પર ગુસ્સે થઇ
ઉર્ફી જાવેદ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદોથી પરેશાન છે. તેણે કહ્યું હતું કે લોકો માત્ર તેના પહેરવેશને કારણે તેને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ જે લોકો બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ઉર્ફી જાવેદે ઇન્સ્ટા સ્ટોરી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને લખ્યું, “મારી સામે વધુ પોલીસ ફરિયાદ! વાહ. મને નવાઈ લાગે છે કે મને મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપનારાઓ સામે લોકોને કઈ રીતે કોઈ વાંધો કે સમસ્યા નથી. તમને મારા પહેરવેશને કારણે જ મારી સાથે સમસ્યા છે, પણ બળાત્કાર અને હત્યા કરનારાઓ સાથે નથી?
ઉર્ફી જાવેદે પુરાવા આપ્યા
ઉર્ફી જાવેદે તેની ઈન્સ્ટા સ્ટોરી પર બીજી પોસ્ટ શેર કરી છે. સ્ટોરીમાં ઉર્ફી બોલ્ડ ઓરેન્જ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. આને શેર કરતાં ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, “હું રેસ્ટોરન્ટમાં છું. હું અહીં ખૂબ જ સુંદર દેખાઈ રહી છું. મહેરબાની કરીને કોર્ટમાં પુરાવા તરીકે આ વીડિયો બતાવો (મારી માત્ર આ જ વિનંતી છે).