શોધખોળ કરો
Advertisement
બિકીની ન પહેરવાનાં કારણે આ એક્ટ્રેસને થયું કરોડોનું નુકસાન
અગેવાલ પ્રમાણે વાણી કપૂરને મળેલી આ ઓફર એક મોટી સ્કિનકેયર પ્રોડક્ટ કંપનીએ આપી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂરના હાથમાંથી મોટી બ્રાન્ડને પ્રમોટ કરવાની તક નીકળી ગઈ છે. બિકીની પહેરવા માટે તે તૈયાર ન હોવાને કારણે આ થયું છે. વાણી કપૂરે હાલમાં જ તેની આગમી ફિલ્મ વારના ટ્રેલરમાં બિકીની પહેરેલ જોવા મળી હતી. તેની પાછલી ફિલ્મ બેફિક્રમાં પણ તેણે અનેક વખત બિકીની પહેરી હતી. પરંતુ હવે તે પોતાની છાપને એક વખત ફરી બદલવામાં લાગી ગઈ છે. પરંતુ આમ કરવામાં તેના હાથમાંથી એક મોટી તક નીકળી ગઈ છે.
અગેવાલ પ્રમાણે વાણી કપૂરને મળેલી આ ઓફર એક મોટી સ્કિનકેયર પ્રોડક્ટ કંપનીએ આપી હતી. જાહેરાત બનાવનાર ડાયરેક્ટરની ઈચ્છા હતી કે જાહેરાત કરનાર મોડલને બિકીની પહેરાવવામાં આવે. વાણી કપૂર સામે જ્યારે આ વાત મુકી તો અભિનેત્રીએ ના પાડી દીધી અને કહ્યું કે હું બિકીની નહીં પહેરું.
ઉલ્લેખનીય છે કે વાણી ફિલ્મોમાં તો બિકીની પહેરે જ છે. પરંતુ વાણીનું માનવું છે કે કોઈ જાહેરાતમાં બિકીની પહેરવી એ યોગ્ય નથી. તેનું માનવું છે કે જાહેરાતની પહોંચ કોઈ પણ ફિલ્મ કરતા ઘણી વધારે હોય છે. એટલું જ નહીં જાહેરાત તો ઘણા લાંબા સમય સુધી પ્રસારિત કરવામાં આવતી હોય છે. એવામાં અભિનેત્રીનું માનવું છે કે, જો બિકીની પહેરીશ તો આવનાર સમયમાં છાપ ખરાબ પડી શકે છે અને કરિયરને નુકશાન થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement