શોધખોળ કરો
Advertisement
સાઉથની આ લોકપ્રિય એક્ટ્રેસ બની હતી કાસ્ટિંગ કાઉચનો ભોગ, નિર્માતાના મેનેજરો શું કહેતા? જાણો વિગત
તેલૂગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી હવે તમિલ ફિલ્મ Oh my Kadavuleમાં જોવા મળી હતી.
નવી દિલ્હીઃ તેલુગૂ એક્ટ્રેસ વાણીએ હાલમાં જ કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર પોતાના અનુભવ શેર કર્યા છે. વાણીએ જણાવ્યું કે, તમિલ સેનામાં ડેબ્યૂ કર્યા બાદ તેણે કાસ્ટિંગ કાઉચ સાથે ડીલ કરવી પડી હતી. વાણીએ એ પણ કહ્યું કે, તેણે ક્યારેય સીધી જ એપ્રોચ કરવામાં નથી આવી પરંતુ તેને મેનેજરની મદદથી લોકો તેને એપ્રોચ કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ તેણે ક્યારે આવા કોલ્સ પર ધ્યાન ન આપ્યું.
કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતાં વાણીએ કહ્યું, ‘હું સમજી શકી ન હતી જ્યારે લોકોએ તેને સમાધાન કરવાની વાત કહી હતી.’
વાણીએ કહ્યું, ‘હું ફિલ્મોમાં કામ કરવા માટે જરાય તપડી નથી રહી. મારી જ્યારે ઇચ્છા થશેત્યારે હું ટીવીની દુનિયામાં પરત ફરી શકું છું. મને લાગે છે કે જે એક્ટ્રેસીસની મોટા સ્ટાર બનવાની મહત્વકાંક્ષા છે, તે જ આ પ્રકારની ઓફર સ્વીકારી શકે છે. કદાચ તેને એવું લાગતું હશે કે આ જ સાચો રસ્તો હશે. તેનો મતલબ એ નથી કે મોટા સ્ટાર મહેનત નથી કરતા. એ સાચું છે કે ટોપ સ્ટાર બનવા માટે એક્ટર્સે ઘણો સંઘર્ષ કરવો પડે છે.’
ઉલ્લેખનીય છે કે, તેલૂગુ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી હવે તમિલ ફિલ્મ Oh my Kadavuleમાં જોવા મળી હતી.
તમને જણાવીએકે, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ વાણીએ ટીવીની દુનિયામાં ઝંપલાવ્યું હતું. તે ટીવી સીરિયલ દેવમગલના સહેરા ઘણી જ લોકપ્રિય થઈ હતી. તેણે આ શોમાં સત્યાની ભૂમિકા ભજવી હતી. સીરિયલ્સ બાદ તે સાઉથ ફિલ્મો તરફ વળી અને વિતેલા વર્ષે તેલુગૂ ફિલ્મના જોરે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement