શોધખોળ કરો
બોલિવૂડના જાણીતા એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન
અભિનેતા જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું, અને તે થોડા સમયથી બીમાર હતા. તેમણે અનેક સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
મુંબઈઃ એક્ટર જાવેદ જાફરીના પિતા અને હિંદી ફિલ્મોના જાણીતા કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન થયું છે. ગુરૂવારેની સવારે તેમની અંતિમ વિધી કરવામાં આવશે. આ અંગે બૉલીવુડ એક્ટર અજય દેવગને ટ્વિટ કરતાં લખ્યું છે કે, “જગદીપ સાહેબનાં નિધનનાં દુખદ સમાચાર હમણાં જ મળ્યા છે. તેમને સ્ક્રીન પર જોવાની હંમેશા મજા આવતી. જાવેદ તથા પરિવાર સાથે શુભેચ્છાઓ છે, જગદીપ સાહેબ માટે પ્રાર્થના.”
અભિનેતા જગદીપનું 81 વર્ષની વયે અવસાન થયું, અને તે થોડા સમયથી બીમાર હતા. તેમણે અનેક સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને સાચુ નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ 1929એ થયો હતો. જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ વર્ષ 1975માં આવેલી ફેમસ ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી ઘણા ચર્ચામાં રહેવા સફળ રહ્યા હતા. ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકરે પણ ટ્વિટ કર્યું હતું.
જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બીઆર ચોપડાની ફિલ્મન 'અફસાના'થી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકારમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ કર્યું જેમાં ગુરૂ દત્તની આરપાર, બિમલ રૉયની દો બીઘા જમીન જેવી શાનદારી ફિલ્મો સામેલ છે.
નોંધનીય છે કે, છેલ્લા 3 મહિનામાં જગદીપ પાંચમી એવી બોલિવૂડ હસ્તી છે જેણે દુનિયા છોડી દીધી છે. અગાઉ, રિશી કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાનનું નિધન થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement