શોધખોળ કરો
Advertisement
ફ્રીડમ ફાઈટર ‘ઉધમ સિંહ’ની બાયોપિકમાં વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક થયો રિલીઝ
આ ફિલ્મ 1940ના સમયની છે. ઉધમે બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્વાયરની હત્યા કરી હતી. એના મારફતે એમણે અંગ્રેજો સામે 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો.
નવી દિલ્હીઃ વર્ષની શરૂઆતમાં આવેલ ફિલ્મ ઉરીએ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મથી એક્ટર વિક્કી કૌશલને નવી ઓળખ મળી છે. 2016માં થયેલ સર્જિકલ સ્ટ્રાઈકને મોટા પડદે દર્શાવામાં આવી હતી. ફિલ્મના કારણે વિક્કી કૌશલને ઘણાં મોટા પ્રોજેક્ટ્સ મળ્યા છે. ફિલ્મમેકર શૂજિત સરકારની ‘સરકાર ઉધમ સિંહ’ તેમાંથી જ એક છે. 30 એપ્રિલના રોજ વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.
આ સાથે વધુ એક ફોટો સામે આવ્યો છે જેમાં ફિલ્મ શૂટિંગ દરમિયાન વિક્કી કૌશલ ડાયરેક્ટર શૂજિત સરકાર સાથે જોવા મળી રહ્યો છે. ફોટો જોઈ એવું લાગી રહ્યું છે કે શૂજિત વિક્કી કૌશલને કંઈક સમજાવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ સેન્ટ પીટર્સબર્ગમાં થઈ રહી છે. અહેવાલ અનુસાર ફિલ્મ 2020માં રિલીઝ થશે.
Here's the first look... Vicky Kaushal in and as #SardarUdhamSingh... Directed by Shoojit Sircar... Written by Ritesh Shah and Shubendu Bhattacharya... Produced by Ronnie Lahiri and Sheel Kumar... 2020 release. pic.twitter.com/HnbTirrbiY
— taran adarsh (@taran_adarsh) April 30, 2019
આ ફિલ્મ 1940ના સમયની છે. ઉધમે બ્રિટિશ ઇન્ડિયાના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ઓફ પંજાબ માઈકલ ઓ ડ્વાયરની હત્યા કરી હતી. એના મારફતે એમણે અંગ્રેજો સામે 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે ત્યારબાદ તેમને ફાંસીએ લટકાવી દીધા હતા પરંતુ, અંગ્રેજો સામે 'નોન -કો-ઓપરેશન' એટલે કે સાથ સહકાર ન આપવાના યુદ્ધની શરૂઆત તેમણે જ કરી હતી.
ડિરેક્ટર શૂજિત સરકારે જણાવ્યું કે, મેં આ ઘટનાને આપણી આઝાદીની લડતમાં એક ક્રાંતિકારી યોગદાન તરીકે પસંદ કરી છે. આ ઘટના ઘણા સમયથી લોકોની ધ્યાન બહાર રહી છે. ઉધમની સ્ટ્રગલ અને સેક્રિફાઈસ અત્યારના દર્શકો માટે ખૂબ મહત્ત્વનાં છે કે તેઓ એના વિશે જાણે. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકી પોતે શીખ છે અને શીખ ફ્રીડમ ફાઈટરનો રોલ નિભાવવો એ તેના માટે ખૂબ મોટી જવાબદારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion