શોધખોળ કરો
Advertisement
કેટરીના કૌફ સાથે રિલેશનશિપને લઈને પહેલીવાર વિકી કૌશલે તોડ્યું મૌન, કહ્યું- ખોટું બોલવું પસંદ....
વિકીએ ખુદ કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરે છે અને તે તેમાં ખોટું બોલવાનું પસંદ નથી કરતા.
મુંબઈઃ બોલિવૂડમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના રોમાન્સની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે. વિકી કૌશલ હંમશાતી જ પોતાની પર્સનલા લાઈફને લઈને ખૂબ જ ઓપન રહે છે. હાલમાં જ તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, તેની અને કેટરીના કૈફની વચ્ચે અંતે શું ચાલી રહ્યું છે અને બન્ને કેવી રીતે બોન્ડિંગ શેર કરે છે.
વિકીએ ખુદ કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલ્લા મને વાત કરવાનું પસંદ કરે છે અને તે તેમાં ખોટું બોલવાનું પસંદ નથી કરતા. તેણે કહ્યું- જો તમે કંઈ ખોટું બોલો છો તો તમારે એ તેનો બચાવ કરવો પડે છે. બાદમાં તેનો અંત એ રીતે આવે છે કે તમારે એક ખોટું બોલ્યા હોય તેને બચાવવા માટે બીજું ખોટું બોલવું પડે છે. આ એક લાંબી પ્રોસેસ છે અને તેનાથી પીછો છોડવાવો વધારે મુશ્કેલ થઈ જાયચે. કેટરીના વિશે જો કહું તો એવી કોઈ કહાની નથી.
જણાવી દઈએ કે, કરણ જોહરના ચેટ શો પર વિકી કૌશલે કેટરિના પર ક્રશ હોવાની વાત કરી હતી. બસ ત્યારથી જ બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતો ચર્ચાઈ રહી છે. ત્યારબાદ વિકી અને કેટરિના ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા તો તેમના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ. અહેવાલો તો એવા પણ છે કે, વિકી અને કેટરિના કોઈ રોમેન્ટિક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જો કે, આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, કેટરિનાનું ઘણા વર્ષ પહેલા રણબીર કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે વિકી કૌશલ ગર્લફ્રેન્ડ હરલીન સેઠીથી 2019ની શરૂઆતમાં અલગ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement