બૉલીવુડની કઇ હૉટ એક્ટ્રેસે જાતે જ કાપી નાંખ્યુ પોતાનુ નાક, ને પછી કોની પાસે માંગવા લાગી માફી, વીડિયો વાયરલ
સારા અલી ખાનને નાક પર ઇજા થઇ છે, અને ઇજાના થયા બાદ હવે તે પોતાની પિતા સૈફ અલી ખાન અને માં અમૃતા સિંહ પાસે માફી માંગી રહી છે.
મુંબઇઃ બૉલીવુડની યુવા હૉટ એક્ટ્રેસ સારા અલી ખાન સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે સારાએ તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના નાક પર થયેલી ઇજા વિશે બતાવી રહી છે. ખરેખરમાં તેનુ નાક કપાઇ ગયુ છે, અને પર તેને પટ્ટી લગાવેલી છે.
સારા અલી ખાનને નાક પર ઇજા થઇ છે, અને ઇજાના થયા બાદ હવે તે પોતાની પિતા સૈફ અલી ખાન અને માં અમૃતા સિંહ પાસે માફી માંગી રહી છે. સારાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સારાએ વીડિયોમાં પહેલા તો પોતાના નાકને કૉટનથી ઢાંકી રાખ્યું છે. જોકે બાદમાં બતાવે છે કે તેને પોતાનુ નાક કાપી નાંખ્યુ છે, નાકની હાલત બતાવી રહી છે. વીડિયોમાં નાકમાંથી લોહી નીકળતુ દેખાઇ રહ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં તેને લખ્યું- સૉરી અમ્મા-અબ્બા વાગી ગયુ, નાક કાપી નાંખ્યુ મે.... સારાનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
અતરંગી રે... માં અક્ષય કુમારી સાથે દેખાશે સારા....
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન હવે બહુ જલ્દી અતરંગી રે.. માં દેખાશે. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને સાઉથનો સુપરસ્ટાર ધનુષ લીડ રૉલમાં દેખાશે. સારા આ પહેલા વરુણ ધવનની સાથે ફિલ્મ કુલી નંબર વનમાં દેખાઇ હતી.