એક્ટ્રેસે પોતાના પતિની પૂજા કરી ને તેમના પગ ધોયા, તસવીરો જોઇને લોકો ભડક્યા તો એક્ટ્રેસ બોલી- સનાતન ધર્મ
સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના ઘરે દેખાઇ રહી છે, એક્ટ્રેસ પોતાના પતિની પૂજા કરી રહી છે,
Pranitha Subhash Worshipping Husband: સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ પોતાની સુંદરતા અને શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે બાળકને જન્મ આપ્યો છે, અને હાલમાં પોતાની ફેમિલી લાઇફને ખુબ એન્જૉય કરી રહી છે. જોકે, આ બધાની વચ્ચે એક્ટ્રેસને ટ્રૉલિંગનો શિકાર થવુ પડ્યુ છે, ખરેખરમાં એક્ટ્રેસે પોતાના ઘરે પોતાના પતિના પગ ધોઇને પૂજા કરી હતી, અને આ તસવીરો વાયરલ થતાં એક્ટ્રેસને કેટલાક લોકો ટ્રૉલ કરવા લાગ્યા હતા. જોકે, આ બધાની વચ્ચે એક્ટ્રેસની આ તમામ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના ઘરે દેખાઇ રહી છે, એક્ટ્રેસ પોતાના પતિની પૂજા કરી રહી છે, અને પગ ધોઇને પૂજા કરતી દેખાઇ રહી છે.
એક્ટ્રેસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે પ્રણિતા સુભાષ સાદા કપડામાં જમીન પર બેસેલી છે, તેની પાસે આરતી-પૂજાની થાળી છે અને પોતાના પતિના પગ એક થાળીમાં મુકેલા છે. એક્ટ્રેસ પોતાના પતિના પગ સનાતન ધર્મમાં ઉલ્લેખ પ્રમાણે ધોઇ રહી છે. એટલુ જ નહીં તે પોતાના પતિની પૂજા કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસનો પતિ એક ખુરશી પર બેસીને તમામ વસ્તુઓ નીહાળી રહ્યો છે. આ તસવીરો શેર થયા બાદ ખુબ વાયરલ થઇ હતી.
View this post on Instagram
પ્રણિતા સુભાષની આ તસવીરો પર કેટલાય લોકોએ પૉઝિટીવ કૉમેન્ટ કરી છે, તો કેટલાક લોકો નેગેટિવ કૉમેન્ટ કરી રહ્યાં છે. ટ્રૉલિંગનો જવાબ પણ એક્ટ્રેસે આપ્યો છે.
પ્રણિતા સુભાષ ટ્રૉલ થવા પર રિએક્ટ કરતા કહ્યું -જિંદગીમાં દરેક વસ્તુઓને બે પાસા હોય છે, પરંતુ આ કેસમાં 90 ટકા લોકોની પાસે સારી વાતો છે કહેવા માટે. બાકી પર ધ્યાન નથી આપતી. આની આગળ તેને કહ્યું હું એક કલાકાર છું અને અમારુ ફિલ્ડ ગ્લેમર છે, તો એનો અર્થ એ નથી કે હું તે રિચ્યૂઅલને ફોલો ના કરી જેમાં હુ મોટી થઇ છું. ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પ્રણિતા સુભાષે ગયા વર્ષે પણ આ રીતે પૂજા કરીને બધાને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---