શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દીવો પ્રગટાવી બતાવી એકજૂથતા, ટ્વિટ દ્વારા કહી આ વાત.....
અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પ્રધાનમંત્રી મોદીની અપીલના જવાબમાં દીવા પ્રગટવાની કોરોના વાયરસ મહામારી સામે એકજૂથતા દર્શાવી હતી. ટ્વિટર પર પોતાની તસવીર શેર કરતાં કોહલીએ ટ્વિટ કર્યું, એક સાથે કરેલી પ્રાર્થનાથી ઘણો ફર્ક પડે છે. દરેક વ્યક્તિ માટે સાથે મળીને પ્રાર્થના કરો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે બધી લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવા અને કોરોના વાયરસ મહામારી સામે એકજૂથતા દેખાડવાની અપીલ કરી હતી. જેના સમર્થનમાં ગઈકાલે દેશના કરોડો લોકોએ આમ કર્યું હતુ.
કોહલી-અનુષ્કા સિવાય સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, રવિચંદ્રન અશ્વિન, મેરીકોમ, હિમાદાસ, સાક્ષી મલિક અને સાઇના નેહવાલ સહિત અનેક સ્પોર્ટ્સ પર્સને મહામારી સામે એકજૂથતા દર્શાવી હતી.
અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion