શોધખોળ કરો
અનુષ્કા-વિરાટે ક્યાં હિંદુ દેવી પરથી રાખ્યું દીકરીનું નામ ? જાણો શું થાય છે તેમની દીકરીના નામનો અર્થ ?
અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી છે તેમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી.

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્માએ પોતાની દીકરીની પહેલી તસવીર મૂકી છે. સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની જાહેરાત પણ કરી છે. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. આમ અનુષ્કા-વિરાટે હિંદુઓમાં આસ્થાનું પ્રતિક અને શક્તિનો સ્રોત મનાતાં દેવીના નામ પરથી પોતાની દીકરીનું નામ રાખ્યું છે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી છે તેમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. Budget 2021: બજેટ રજૂ કરતાં જ નિર્મલા સીતારમણના નામે નોંધાઈ ગયો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
વધુ વાંચો





















