શોધખોળ કરો
Advertisement
શું ગર્લફ્રેન્ડ રિયા ચક્રબર્તી અને સુશાંત સિંહ વચ્ચે વધ્યું હતુ અંતર, લાંબા સમયથી હતા અફેરના રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રબર્તી એકબીજાની ઘણા નજીક જોવા મળી રહ્યા હતા. હાલના દિવસોમાં ઘણી વખત બંને સ્ટાર્સ હોલીડે પર એક સાથે જોવા મળ્યા હતા.
મુંબઈ: બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. સિનેમાની દુનિયામાં મોટુ નામ થઈ ગયેલા સુશાંત સિંહે આ પગલુ કેમ ઉઠાવ્યુ તેને લઈને હાલ કંઈ કહેવું ઉતાવળ ગણાશે. પરંતુ પોલીસનું કહેવું છે કે સુશાંત સિંહ ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રબર્તી એકબીજાની ઘણા નજીક જોવા મળી રહ્યા હતા. હાલના દિવસોમાં ઘણી વખત બંને સ્ટાર્સ હોલીડે પર એક સાથે જોવા મળ્યા હતા. હવે જ્યારે સુશાંત નથી રહ્યો ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તેની અને રિયા વચ્ચે બધુ ઠીક નહોતું ચાલી રહ્યું. પરંતુ સુશાંત અને રિયાએ ક્યારેય પણ પોતાના સંબંધોને લઈને આધિકારીક રીતે કંઈ નથી કહ્યું, પરંતુ ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સાથે પોતાના સંબંધો પર રિયાએ કહ્યું હતું કે ન તો સુશાંતે મને સ્વિકાર કરી છે અને મે તેને. તો આ સાચુ નથી. તેણે સુશાંતને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો. રિયાએ એમ પણ કહ્યું હતું કે બંને યશરાજ ફિલ્મ્સમાં જ્યારે હતા ત્યારથી એકબીજાને ઓળખતા હતા. આ સિવાય તેમનું કહેવું હતું કે બંનેના મેનેજર પણ ખૂબ લાંબા સમય સુધી એક જ રહ્યા.
ઈન્ટરવ્યૂમાં રિયાએ ભલે તેને મિત્ર ગણાવ્યો હોય પરંતુ એ પણ કહ્યું હતું, 'હું તેના વિશે નથી જાણતી, પરંતુ મારા માટે તે સુપર ક્યૂટ અને અટ્રેક્ટિવ છે. પરંતુ હું એ નથી જાણતી કે તે મારા વિશે શુ વિચારે છે.'
અંતિમ રાત્રે ઘર પર સાથે હતા કેટલાક મિત્રો
કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ઘરે તેમના કેટલાક મિત્રો પણ હાજર હતા. રાત્રે તે પોતાના રૂમમાં સુવા માટે ગયો. પરંતુ જ્યારે સવારે રૂમનો દરવાજો ન ખોલવામાં આવ્યો અને કઈ જવાબ ન મળ્યો તો તેના રૂમનો દરવાજો તોડી નાખવામાં આવ્યો અને તે ગળે ફાંસો લગાવી હાલતમાં મળી આવ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement