Katrina-Vicky Wedding: કેટરીના-વિક્કીના લગ્નની વિધિ શરૂ, દુલ્હે રાજાની થશે શાહી એન્ટ્રી, જાનૈયાઓનુ ફૂલોથી થશે સ્વાગત
Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન થવા જઇ રહ્યાં છે.

Background
Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. રાજસ્થાનમાં બન્ને આજે લગ્ન કરી રહ્યાં છે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન થવા જઇ રહ્યાં છે.
જુની પદ્ધતિથી લગ્ન
રિપોર્ટ છે કે વિક્કી-કેટરીનાના લગ્ન પહેલાના રીત રિવાજ પરિવાર સાથે કરી રહ્યાં છે. વિક્કી કૌશલ દુલ્હો બનીને પોતાની દુલ્હન કેટરીના કૈફને લઇ જશે.
જાનૈયાઓનું થશે ફૂલોથી સ્વાગત
વિક્કી અને કેટરીના લગ્નને ડ્રીમ વેડિંગ માનવામાં આવે છે અને તેના માટેની વિધિ પણ શરૂ થઇ ગઇ છે. લગ્નમાં સજાવટ માટે દિલ્હીના ગાઝીપુર મંડીમાંથી 1500 કિલો ફૂલો મંગાવવામાં આવ્યા છે. ત્રણ ટ્રક અલગ અલગ રીતના ખાસ ફૂલ લઇને 8 ડિસેમ્બરની રાત્રે જ સિક્સ સેન્સેસ ફોર્ટમાં પહોંચી ગયા હતા. કેટરીના અને વિક્કીના લગ્ન મંડપની ફૂલોથી સજાવટ કરવામાં આવી રહી છે.





















