જ્યારે કોર્ટમાં દિલીપ કુમારે કહ્યું હતું, "યોર ઓનર હું આ મહિલાને પ્રેમ કરૂં છું અને મારી જિંદગીના અંતિમ દિવસ સુધી કરતો રહીશ"
દિલીપ અને મધુબાલાને સંબંધો તૂટી ગયા હતા પરંતુ બંને કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યા હતા. જેના કારણે એક એવી ઘટનાએ આકાર લીધો કે બંનેએ કોર્ટમાં એકબીજાના વિરોધમાં ઉભું રહેવું પડ્યું
Dilip Kumar-madhubala love story:દિલીપ અને મધુબાલાને સંબંધો તૂટી ગયા હતા પરંતુ બંને કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યા હતા. મુગલ-એ-આઝમ હજી પૂરી થઇ ન હતી. અને બીઆર ચોપરાની નયા દૌર આઉટડોર શૂટ માટેનો સમય આવી ગયો હતો. નવા દૌરની હિરોઇન મધુબાલા હતી. આ ફિલ્મનું શૂટિંગ ચાલીસ દિવસ ભોપાલમાં થવાનું હતું, પરંતુ મધુબાલાના પિતા અતાઉલ્લા ખાને તેને ભોપાલ મોકલવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
બી.આર.ચોપરાએ ઘણું સમજાવ્યું, પરંતુ અતાઉલ્લાહ ખાન રાજી ન થયા. ગુસ્સે ભરાયેલા બીઆર ચોપરાએ તરત જ મધુબાલાને ફિલ્મમાંથી કાઢી મૂકી અને વૈજયંતી માલાને ફિલ્મની હિરોઇન બનાવી દીધી. આ પછી, અતાઉલ્લા ખાને બીઆર ચોપરા પર દાવો કર્યો હતો કે, તેમણે ખોટા કારણોસર મધુબાલાને ફિલ્મથી દૂર કરી દીધી હતી. જ્યારે ફિલ્મનું શૂટિંગ બોમ્બેમાં પણ થઈ શક્યું હતું. તેના જવાબમાં બીઆર ચોપરાએ પણ અતાઉલ્લાહ ખાન વિરુદ્ધ મધુબાલાને આપેલી સહીની રકમ પરત માંગવાની વિરુધ્ધ ફોજદારી કેસ કર્યો હતો. સુનાવણી દરમિયાન દિલીપકુમાર અને મધુબાલા કોર્ટમાં સામ-સામે હતા. દિલીપ કુમારે સિદ્ધાંતોની આ લડાઇમાં બીઆર ચોપરાને ટેકો આપવાનો નિર્ણય લીધો અને મધુબાલા અને તેના પિતા સામે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા.
સુનાવણી દરમિયાન ખૂબ હોબાળો થયો હતો. દિલીપકુમાર અને મધુબાલા વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલીપ કુમારે કોર્ટમાં મધુબાલા સામે કેટલીક કડવી વાતો પણ કરી હતી. દિલીપકુમાર જ્યારે તેમના વિશે આ બધું કહેતા હતા ત્યારે મધુબાલાએ તેમના વકીલને કહ્યું હતું કે, "હું વિશ્વાસ કરી શકતો નથી કે આ તે વ્યક્તિ છે જે મને બેહદ પ્રેમ કરતો હતો અને જેને હું દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતી હતી પરંતુ બધી દલીલો અને નિવેદનોની વચ્ચે કોર્ટમાં પણ દિલીપકુમાર મધુબાલા પ્રત્યેનો પ્રેમ છુપાવી શક્યા ન હતા. સુનાવણી દરમિયાન જુબાની આપતાં દિલીપ કુમારે કોર્ટમાં કહ્યું હતું કે, "યોર ઓનર હું આ મહિલાને પ્રેમ કરૂં છું અને મારી જિંદગીના અંતિમ દિવસ સુધી કરતો રહીશ"
સેટ પર જ્યારે મધુબાલાને દિલીપ કુમારે થપ્પડ મારી
દિલીપકુમાર અને મધુબાલાના સંબંધો તૂટી ગયા હતા, પરંતુ મુગલ-એ-આઝમ ફિલ્મનું શૂટિંગ હજું બાકી હતું અને આ ફિલ્મના એક સીનના શૂટિંગ દરમિયાન દિલીપ કુમારે મધુબાલાને મારવાની હતી. સેટ પર થપ્પડની આવી પડઘો સાંભળવામાં આવ્યો હતો કે દરેક સ્તબ્ધ થઈ ગયા હતા. આ દિવસોમાં દિલીપ સાહેબ અને મધુબાલા વચ્ચે એકદમ વાતચીત બંધ થઇ ગઇ હતી. આ સીન દરમિયાન, મોહબ્બત અને રુસવાઈની બધી દબાયેલી લાગણીઓ ઉભરી આવી હતી અને આ સીન દરમિયાન દિલીપકુમારે સંપૂર્ણ તાકાતથી મધુબાલાના ગાલ પર થપ્પડ મારી હતી. આ સીનના શૂટ વખતે બધા જ દંગ રહી ગયા હતા.
.