Sahara Karimi: કોણ છે સહારા કરીમી? તાલિબાનથી બચવા માટે દુનિયાભરના કલાકારો પાસે માંગી રહી છે મદદ
સહારા કરીમીએ 12 ઓગસ્ટે આ પત્ર એન્જેલિના જોલીને સંબોધિન કરતા લખ્યું અને 13 ઓગસ્ટે આને ફેસબુક પર શેર કર્યો હતા.
Sahara Karimi: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો વધતો જઇ રહ્યો છે. ત્યાં ખુલ્લેઆમ નરસંહાર થઇ રહ્યો છે. ત્યાંના નાગરિકો, સરકાર અને સૈન્ય અન્ય દેશોની મદદ માંગી રહ્યાં છે. આ બધાની વચ્ચે એક ફેસબુક પૉસ્ટ ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પૉસ્ટ કાબુલમાં રહેનારી સહારા કરીમીએ લખી છે. પૉસ્ટમાં એક લેટર છે, જે હૉલીવુડ એક્ટ્રેસ એન્જેલિના જૉલીના નામ પર લખ્યો છે.
સહારા કરીમીએ 12 ઓગસ્ટે આ પત્ર એન્જેલિના જોલીને સંબોધિન કરતા લખ્યું અને 13 ઓગસ્ટે આને ફેસબુક પર શેર કર્યો હતા. આમાં તેને લખ્યું- હું તુટેલા દિલ અને ઘણીબધી આશાઓ સાથે આ લખી રહી છું કે તમે તાલિબાનથી અમારા પ્રેમાળ લોકોને બચાવો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી તાલિબાને અમારા કેટલાય પ્રાંતો પર કબજો કરી લીધો છે.
તાલિબાનનો નરસંહાર-
સહારા કરીમી આગળ લખે છે-તે અમારા લોકોનો નરસંહાર કરી રહ્યાં છે, તેમને કેટલાય બાળકોને કિડનેપ કરી લીધા છે. તે પોતાના લડાકુઓને છોકરીએ વેચી રહ્યાં છે. તે મહિલાઓના મર્ડર કરી રહ્યાં છે. તેમની આંખો કાઢી નાંખે છે. તે અમારા પ્રેમાળ કૉમેડિયનની હત્યા, ઇતિહાસકાર, કવિ, સરકારી સંસ્કૃતિ અને મીડિયાના પ્રમુખોની હત્યા કરી ચૂક્યા છે. લોકો અહીંથી ભાગી રહ્યાં છે.
એન્જેલિના જૉલી સહિત દુનિયાભરના કલાકારો પાસે માંગી મદદ-
તે આગળ લખે છે- એન્જેલિના અમને તમારી અવાજની જરૂર છે, મીડિયા, સરકારો અને દુનિયાના માનવતાવાદી સંગઠન ચુપ છે. તાલિબાનને કમબેક કરવા પાવર આપી રહ્યાં છે. તાલિબાન કલા પર પ્રતિબંધ લગાવશે, હું અને અન્ય ફિલ્મમેકર્સ તેમના લિસ્ટમાં હોઇશું. તે મહિલાઓના અધિકારોને છીનવી લેશે.
બાળકો અને મહિલાઓની જિંદગી ખતરામાં-
સહારા કરીમી આગળ લખે છે- તમે મારી ફિલ્મ હવસ, મરયમ, આયશા જોઇ છે. હાલના સમયમાં કેટલાય હવસ, મરયમ અને આયશા અને તેમના બાળકો ખતરામાં છે.
કોણ છે સહારા કરીમી -
સહારા કરીમી અફઘાન ફિલ્મ એન્ડ નૂરી પિક્ચર્સમાં ફિલ્મ ડાયેરક્ટર જનરલ છે. તે કાબુલમાં રહે છે અને સ્લૉવાકિયાના બ્રાતિસ્વાલા તેમનુ હૉમટાઇન છે. તે સ્ક્રિપ્ટ રાઇટર અને ફિલ્મ ડાયરેક્ટર પણ છે, જેને સ્લૉવાકિયાથી ફિક્શન ફિલ્મ ડાયરેક્ટિંગ એન્ડ સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પીએચડી કર્યુ છે. તેનુ ગ્રેજ્યૂએશન અને પૉસ્ટ ગ્રેજ્યૂએશન પણ આ વિષય પર થયુ છે. તે ઇંગ્લિશ, પર્સિયન, સ્લૉવક અને ચેક ભાષાઓને સારી રીતે જાણે છે.