શોધખોળ કરો
અમિતાભ બચ્ચને આ 3 વર્ષના છોકરાને કેમ ગણાવ્યો પોતાના બાપનો બાપ ? જાણો વિગત
શ્રીના પિતા તાનાજીએ 15 દિવસ પહેલા આ વીડિયો બનાવ્યો હતો. ત્રણ વર્ષ શ્રીના પિતા તાનાજી જાદવે કહ્યું હતું કે, 15 દિવસ પહેલા વીડિયો બનાવ્યો હતો.

મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને સુરતના એક બાળક કલાકારનો પપ્પા સાથેનો સંગીતનો રિયાઝ કરતો વીડિયો ટ્વિટ કર્યો હતો. ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન નામે વીડિયો બીગ બીએ ટ્વિટ કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમિતાભ બચ્ચન સુરતના એક 3 વર્ષના બાળકના સંગીત પ્રેમ પર ઓળઘોળ થઈ ગયા હતાં. અમિતાભ બચ્ચને ત્રણ વર્ષના બાળકનો પિતા સાથે રિયાઝ કરતો વીડિયો પોતાના ટ્વિટર પરથી ટ્વિટ કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, ચાઈલ્ડ ઈઝ ધ ફાધર ઓફ મેન. બાળકના સંગીત પ્રેમ અને ઘગશના વખાણ બચ્ચને ટ્વિટર પર કર્યાં છે. જેથી બાળક કલાકાર શ્રી તાનાજી જાદવ અને તેમના પરિવારમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ત્રણ પેઢીથી સંગીત સાથે સંકળાયેલો પરિવાર બીગ બીનો ટ્વિટ કરવા બદલ આભાર પણ માન્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
શ્રીના પિતા તાનાજીએ 15 દિવસ પહેલા આ વીડિયો બનાવ્યો હતો. ત્રણ વર્ષ શ્રીના પિતા તાનાજી જાદવે કહ્યું હતું કે, 15 દિવસ પહેલા વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયા હતો ત્યાર બાદ બીગ બી સુધી પહોંચ્યો હશે જેથી તેમણે આ ટ્વિટ કર્યું હતું. જેથી અમારૂં ભારે નામ થઈ રહ્યું છે. લોકોના ફોન આવી રહ્યાં છે. નવરાત્રિ શક્તિના આરાધનાના પર્વ પર જ આ પ્રકારે સંગીત સાધનાને પ્રોત્સાહન મળ્યું છે તે અમારા માટે ગર્વની વાત સમાન હોવાનું તાન્હાજીએ વધુમાં ઉમેર્યું હતું.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વૈષ્ણવદેવી રોડ પરના વૈષ્ણવ દેવી સ્કાયના E-બિલ્ડીંગમાં રહેતા શ્રી અને તેમનો જાદવ પરિવાર મૂળ મહારાષ્ટ્રના અહેમદનગરનું વતની છે. જોકે છેલ્લા ચાર વર્ષથી સુરતમાં રહે છે. શ્રીના પિતા તાન્હાજી ઓલ ઈન્ડિયા રેડિયોના આર્ટિસ્ટસ છે. આ સાથે ખાનગી શાળામાં સંગીત ટીચર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તાન્હાજીને બે સંતાનો છે જેમાં મોટી દીકરી શ્રેયા આઠ વર્ષની અને નાનો દીકરો શ્રી ત્રણ વર્ષનો છે. આ પરિવાર ત્રણ પેઢીથી પરિવાર સંગીત સાથે સંકળાયેલો છે. તાન્હાજીએ કહ્યું કે, અમારી ત્રણ પેઢી સંગીત સાથે સંકળાયેલી પિતાજી પણ સંગીત સાથે સંકળાયેલા હતાં. મને પણ શોખ છે. દીકરો શ્રી પણ સંગીતની તાલિમ મારી પાસે જ લઈ રહ્યો છે. અમે નિયમિત રિયાઝ પણ કરીએ છીએ. રિયાઝનો ક્યારેક સારો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ શેર કરતાં હોઈએ છીએ.T 3694 - Child is the Father of Man ! pic.twitter.com/iO8G9URmUz
— Amitabh Bachchan (@SrBachchan) October 19, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement