શોધખોળ કરો
Advertisement
યુવરાજની આ હૉટ ગર્લફ્રેન્ડ હતી બે વર્ષ મોટી, યુવરાજની માતાએ કેમ તેની સાથે બ્રેક-અપ કરવા કહેલું?
કિમ-યુવરાજનો સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યો હતો, 2007માં બંનેનું બ્રેકઅપ થયું હતું
મુંબઈઃ ભારતીય ક્રિકેટરના યુવરાજ યુવરાજસિંહને ઘણી હૉટ અભિનેત્રીઓ સાથે અફેર રહ્યું હતું. આ પૈકી તેનું સૌથી વધારે ચર્ચાસ્પદ અફેર એક્ટ્રેસ કિમ શર્મા સાથે રહ્યું. કિમ શર્મા યુવરાજ કરતાં બે વર્ષ મોટી હતી ને હાલમાં 39 વર્ષની થઈ ચૂકી છે. બીજી તરફ યુવરાજ અત્યારે 37 વર્ષનો છે.
ફિલ્મ ‘મોહબ્બતેં’માં કામ કરી રાતોરાત સ્ટાર બનનારી એક્ટ્રેસ ક્રિકેટર યુવરાજ સિંહ સાથેના રિલેશનશિપના કારણે ચર્ચામાં આવી હતી. જો કે યુવરાજની માતા શબનમ કિમ શર્માને વહુ તરીકે સ્વીકારવા તૈયાર ના થતાં આ સંબંધનો અંત આવ્યો હતો. કિમ-યુવરાજનો સંબંધ 4 વર્ષ સુધી ચાલ્યો હતો, 2007માં બંનેનું બ્રેકઅપ થયું હતું.
યુવરાજે માતાની વાત માનીને કિમ શર્મા સાથેનો સંબંધ તોડી નાખ્યો. એક ઈન્ટરવ્યૂમાં કિમે કહ્યું હતું કે, તેની અને યુવરાજ વચ્ચે પ્રૉપર અન્ડરસ્ટેન્ડિંગ નહોતી પણ એવું મનાય છે કે, કિમ શર્મા બેફામ હતી તેથી યુવરાજની માતાએ તેને બ્રેક-અપ કરવા કહ્યું હતું.
કિમ શર્મા જાહેરમાં સિગારેટો પીતી અને પાર્ટીઓમાં બેફામ દારૂ પીને ધમાલ કરતી. તેના કારણે યુવરાજે ઘણીવાર શરમજનક સ્થિતીમાં મૂકાવું પડ્યું હતું. આ કારણે છેવટે તેની માતાએ દખલગીરી કરીને તેની સાથે બ્રેક-અપ કરવા કગહેવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
સુરત
Advertisement