શોધખોળ કરો
યુજવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો વધુ એક વીડિયો વાયરલ, બાદશાહના ગીત પર કર્યો શાનદાર ડાન્સ
સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો પોસ્ટ કરતી ધનશ્રીનો એક જૂનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુજવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પોતાની કોરિયોગ્રાફીના કારણે જાણીતી છે. હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો પોસ્ટ કરતી ધનશ્રીનો એક જૂનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ધનશ્રી આ વીડિયોમાં નર્સના ડ્રેસમાં જોવા મળી રહી છે અને શાનદાર ડાન્સ કરી રહી છે. ધનશ્રી વર્માએ હાલમાં જ ટીમ ઈન્ડિયાના બોલર યુજવેંદ્ર ચહલ સાથે સગાઈ બાદ ચર્ચામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાની ડાન્સ વીડિયોના કારણે પહેલાથી જ ચર્ચામાં રહે છે. ધનશ્રી ડૉક્ટર છે પરંતુ પોતાની કોરિયોગ્રાફી અને ડાન્સ વીડિયોના કારણે વધુ લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ધનશ્રી અલગ-અલગ સ્ટાઈલના ગીત પર હંમેશા ડાન્સ કરતી જોવા મળે છે. આ વખતે તેણે દેશના જાણીતા રેપર બાદશાહના ગીત એ લડી પાગલ હૈ પર ડાન્સ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો સાથે ધનશ્રીએ લખ્યુ, પોતાના મિત્રોને ટેગ કરો અને અમને જણાવો કે ક્યાં અમે તમને આ કોરિયોગ્રાફી શિખવી શકીએ છીએ? આ વીડિયો ગત વર્ષનો છે, પરંતુ ચહલ સાથે સગાઈ બાદ ચર્ચામાં આવવાના કારણે લોકો ધનશ્રીના જૂના વીડિયોને ફરી જોઈ રહ્યા છે.
વધુ વાંચો





















