શોધખોળ કરો
Advertisement
કાસ્ટિંગ કાઉચ પર આ હોટ એક્ટ્રેસનો ખુલાસો, કહ્યું- કિસિંગ સીનના બહાને ડાયરેક્ટરે મને......
ઝરીન ખાન ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુ પર બિન્દાસથી વાત કરી છે. કારણ કે તે પણ એવી પરિસ્થિતિઓમાં પસાર તઈ ગઈ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડમાં અત્યાર સુધીમાં અનેક એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમાં રાધિકા આપ્ટે અને કલ્કિ કેક્લાનું નામ સામેલ છે. હવે સલમાન ખાન સાથે ફિલ્મ વીરમાં જોવા મળેલ એક્ટ્રેસ ઝરીન ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઝરીને ઇન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચને લઈને કહ્યું કે, એક વખત ડાયરેક્ટરે તેને પોતાની સાથે કિસિંગ સીનનો રિહર્સલ કરવા કહ્યું હતું.
ઝરીન ખાન ફિલ્મ ઉદ્યોગની કાળી બાજુ પર બિન્દાસથી વાત કરી છે. કારણ કે તે પણ એવી પરિસ્થિતિઓમાં પસાર તઈ ગઈ છે. તેણે વાત કરી કે હું પણ એ સમયમાંથી પસાર થઈ ગઈ છું તે જેમાં સેક્સની માગ કરીને બદલામાં તેને ફિલ્મમાં તકો આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
તેણે એક એન્ટરટેનમેન્ટ વેબ પોર્ટલ સાથે મુલાકાતમાં જણાવ્યું કે, એકવાર કોઈ ડિરેક્ટર તેની સાથે કિસિંગ સીનનું ‘રિહર્સલ’ કરવા માંગતો હતો. તેણે કહ્યું કે “તે વ્યક્તિએ એવું કહ્યું કે તમારે તમારી બધી બાધાઓ અને નિયમો છોડી દેવા પડશે. તમારે હદથી ઉપર પણ જવું પડશે. તે સમયે હું પ્રમાણમાં બોલિવૂડમાં ખૂબ નવી હતી. તે પછી તેણે મને કિસિંગ સીન રિહર્સલ તરીકે કરવાની ઓફર કરી હતી.”
અભિનેત્રી આગળ જણાવે છે કે મે કહ્યું કે, શું? રિહર્સલ તરીકે હું કોઇને કિસ કરું? તેણે ડાયરેક્ટરને ના પાડી દીધી. બીજી એક ઘટનાની વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, એક વ્યક્તિએ મને પૂછ્યું કે શું તમે મારી સાથે મિત્ર કરતા વધારે બનવામાં રસ ધરાવો છો? બદલામાં તેણે અઢળક પ્રોજેક્ટ્સ આપવાની વાત કરી અને કહ્યું કે હું તમને બોલિવૂડમાં ક્યાં અને ક્યાં પહોંચાડી દઈશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement