349 રૂપિયાવાળા પ્લાનની વાત કરવામાં આવે તો તેમાં જૂના 70જીબી ડેટાની તુલનામાં 28 દિવસની વેલિડિટી દરિયાન 84 જીબી 4જી ડેટા ગ્રાહકોને આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સની સાથે દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવે છે. ઉપરાંત કોલ માટે કોઇ મર્યાદા પણ નથી રાખવામાં આવી.
2/5
એરટેલના આ પ્લાનમાં માત્ર ગ્રાહકોને ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. એટલે કે તેમાં વોઇસ કોલિંગનો ફાયદો નહીં મળે. 49 રૂપિયાવાળા આ પ્લાનમાં અન્ય ગ્રાહકોને 1GB ડટા આપવામાં આવે છે.પરંતુ હવે તેમાં ફેરફાર કરીને 3GB આપવામાં આવી રહ્યો છે. આ પેકની વિશેષતા એ છે કે તેમાં 4G/3G ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
3/5
આ પહેલા એરટેલે 249 રૂપિયાવાળો પ્લાન રજૂ કર્યો હતો. તેની સાથે જ 349 રૂપિયાવાળા પ્લાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પ્લાનની વાત કરીએ તો તેમાં પ્રતિદિન 2GB ડેટા આપવામાં આવે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત 349 રૂપિયાના પ્લાનમાં હવે દરરોજ 2.5 જીબીના બદલે 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.
4/5
249 રૂપિયાના પ્લાનના મુકાબલે જિયોના 198 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં પ્રતિદિન 2જીબી ડેટા ઉપરાંત અનલિમિટેડ વોઇસ કોલ, રોમિંગ કોલ અને પ્રતિદિન 100 એસએમએસ આપવામાં આવી રહ્યો છે. એટલેકે પૂરી વેલિડિટી દરમિયાન કુલ 56જીબી ડેટા મળી રહ્યો છે.
5/5
મુંબઈઃ જિયોને ટક્કર આપવા એરટેલે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ પસંદગીના ગ્રાહકો માટે 49 રૂપિયામાં 3GB 4G ડેટા આપી રહી છે. જોકે, પ્લાનની વેલિડિટી માત્ર 1 દિવસની છે. આ એક પ્રીપેડ પ્લાન છે અને પોસ્ટ પેડ ગ્રાહકો તેનો લાભ નહીં લઈ શકે.