શોધખોળ કરો

સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મળશે વૈશ્વિક ફલક

Surat News: ગુજરાત સ્થાપના દિવસના પવિત્ર અવસરે સુરતની ધરતી પરથી રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનો ભવ્ય શુભારંભ થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નો શુભારંભ થયો.
  • જાપાન, રવાન્ડા જેવા દેશો ભાગીદાર, સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ.
  • દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા વિશ્વ સમક્ષ રખાશે.
  • ઉદ્યોગો સાથે જળ સંચય પર પણ ભાર મૂકવામાં આવ્યો.

Surat News: ગુજરાત સ્થાપના દિવસના પવિત્ર અવસરે સુરતની ધરતી પરથી રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનો ભવ્ય શુભારંભ થયો છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત આ બે દિવસીય મેગા ઇવેન્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

વૈશ્વિક ભાગીદારી અને ખાસ લોન્ચિંગ
આ કોન્ફરન્સની ખાસિયત એ છે કે તેમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર જેવા દેશો ભાગીદાર તરીકે જોડાયા છે. ઉદ્ઘાટન પ્રસંગે,સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો. સુરતની આગવી ઓળખ સમાન ‘કટ ડાયમંડ-GI ટેગ’ પર એક ખાસ કવર લોન્ચ કરવામાં આવ્યું.

આ પણ વાંચો... Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 

દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ પર ફોકસ
'વિકસિત ભારત@2047'ના સ્વપ્નને સાકાર કરવા માટે આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રો પર સેમિનાર યોજાશે:

  • ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી.
  • કેમિકલ-પેટ્રોકેમિકલ્સ અને ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ.
  • એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઈકોટુરિઝમ, સ્ટાર્ટઅપ્સ અને MSME.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી શુભેચ્છા

કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, "આજનો દિવસ ઐતિહાસિક છે. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત માત્ર 76 MOU સાથે થઈ હતી અને આજે તે વિશ્વના ફલક પર છવાયું છે."

 જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતની ઔદ્યોગિક ક્ષમતાને બિરદાવી

સુરતમાં આયોજિત બે દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'માં સંબોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતની ઔદ્યોગિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે બોર્ડર પર મોકલવામાં આવતી તોપ અને સૈનિકો માટેની હલકા વજનની તોપ પણ સુરતમાં જ બની રહી છે. ઉદ્યોગોના વિકાસની સાથે પાણીની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે, તે વાત પર ભાર મૂકતા તેમણે 'જળ સંચય'ના નારાને બુલંદ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીના 'જળ એ જ જીવન' અને 'કેચ ધ રેઈન' મિશનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના જળ સંચય અને જન ભાગીદારીના આહવાન પર અત્યાર સુધીમાં 70 લાખથી વધુ જળ સંચયના સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે. અંતમાં, તેમણે ઉદ્યોગોને વધુમાં વધુ જળ સંચયના સ્ટ્રક્ચર તૈયાર કરવા અને ભૂગર્ભ જળને બદલે સરફેસ વોટર (સપાટી પરનું પાણી) મેળવવાનો પ્રયાસ કરવા આગ્રહભરી અપીલ કરી હતી.

ભવ્ય પ્રદર્શન (VGRE)
કોન્ફરન્સની સાથે જ 1 થી 5 મે દરમિયાન 12,000 ચોરસ મીટરમાં ફેલાયેલું ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ પણ ખુલ્લું મુકાયું છે. જેમાં MSME થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની નવીન ટેક્નોલોજીનું પ્રદર્શન કરી રહી છે.

ઉપસ્થિત મહાનુભાવો:
આ અવસરે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી, રાજ્યના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા અને પ્રફુલ પાનસેરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં રોકાણની નવી તકો ઊભી કરી પ્રાદેશિક અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Embed widget