શોધખોળ કરો
આજથી શરૂ થશે Jio Monsoon Hungama Offer, જાણો 5 ખાસ વાતો

1/5

AGMમાં જિઓ કંપનીએ જિઓફોનમાં વ્હોટ્સએપ, ફેસબુક અને યુટ્યૂબ સપોર્ટની જાહેર કરી હતી. આ એપ્સ બંને જિઓફોનમાં 15 ઑગસ્ટથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવામાં જો તમે વિચારી રહ્યાં હો કે, જિઓફોન ખરીદ્યા બાદ તરત જ તમને આ ત્રણે એપ વાપરવા મળશે તો તમે ખોટા છો.
2/5

જૂના ફીચર ફોનનો એક્સચેન્જ કરી નવો જિઓફોન ખરીદ્યા બાદ યૂઝર્સ 49 અથવા 159 રૂપિયાવાળા પ્લાન પસંદ કરી શકે છે. 49 રૂપિયામાં 1 જીબી 4જી ડેટા અને 153 રૂપિયામાં દરરોજ 1.5 જીબી 4જી ડેટા મળશે. વેલિડિટી 28 દિવસની રહેશે.
3/5

ઘણા યૂઝર્સને એ કન્ફ્યૂઝન પણ હશે કે, તેમને આ ઑફર અંતર્ગત જિઓફોન 1 મળશે કે જિઓફોન 2? તો તમને જણાવી દઈએ કે, આ ઑફર અંતર્ગત જિઓફોનનું ફર્સ્ટ જનરેશન મોડલ આપવામાં આવશે. જિઓફોન 2 કંપની 15 ઑગસ્ટથી રજૂ કરશે.
4/5

યૂઝર્સને ‘જિઓફોન મૉનસૂન હંગામા’ ઑફર અંતર્ગત જિઓફોન માત્ર 501 રૂપિયામાં મળી શકે છે. આના માટે તેમને પોતાનો જૂનો ફીચર ફોન ચાલુ કન્ડિશનમાં કંપનીને આપવાનો રહેશે. જણાવી દઈએ કે, જૂના ફોનની વાસ્તવિક કિંમત 1500 રૂપિયા છે. જે ત્રણ વર્ષ બાદ કંપની રિફન્ડ કરે છે.
5/5

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓની ‘મોનસૂન હંગામા’ ઓફર આજથી શરૂ થઈ રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહક જૂનો ફીચર ફોન માત્ર 501 રૂપિયામાં બદલીને નવો જિઓફોન મેળવી શકે છે. કંપનીના નિવેદન અનુસાર આજે (20 જુલાઈ)એ સાંજે 5 કલાકે અને એક મિનિટે તેની શરૂઆત થશે.
Published at : 20 Jul 2018 07:31 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બિઝનેસ
દેશ
Advertisement
