શોધખોળ કરો
ગુજરાતમાં બેકારીનો ભરડો, તલાટીની 9769 જગ્યાએ માટે 15 લાખ અરજી આવી
1/6

ગાંધીનગરઃ હાલમાં જ વિવિધ જિલ્લામાં પંચાયત વિભાગની અલગ અલગ સંવર્ગની 9769 જગ્યાઓ ભરવા માટે પંચાયતે સેવા પસંદગી મંડળ અને જિલ્લા પસંગી સમિતિ દ્વારા અરજીઓ મંગાવામાં આવી હતી. આ તમામ જગ્યાએ માટે અંદાજે 14.97 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં બેકારી કેટલી છે અને સરકારી નોકરીનું મહત્ત્વ કેટલું છે.
2/6

પાંચવર્ષ સુધી માત્ર 7500 રૂપિયાનો ફિક્સ પગાર અને ભથ્થા મળીને માત્ર 10 હજાર જેટલી માસિક આવક તી હોવા છતાં રાજ્ય સરકારમાં તલાટી બનવા માટે યુવાનોમાં રીતસરની હોડ લાગે છે. મહેસૂલી તલાટી બાદ હવે પંચાયત વિભાગમાં તલાટીની જગ્યા માટે ઉમેદવારોએ વેબસાઇટ છલકાવી દીધી છે.
Published at : 15 Dec 2016 08:12 AM (IST)
View More























