ધારાસભ્યોએ જે પાંચ અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી તેમની સામે પગલા ભરવાની ખાતરી મળતા તેમણે હાલ પુરતો સંતોષ વ્યકત કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે એવો દાવો કર્યો હતો કે 10થી વધુ ધારાસભ્યો અધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા મામલે નારાજ છે.
2/8
રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અધિકારીઓ સામે પગલાં ભરાશે તેવું કહ્યું છે. તેના કારણે આ પાંચ અધિકારીઓ કોણ અને ખરેખર તેમની સામે પગલાં ભરાશે કે નહીં તે મુદ્દો અત્યારે ચર્ચામાં છે. નીતિન પટેલે આ મામલે મુખ્યમંત્રી કાર્યાલયના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન સાથે પણ ચર્ચા કરી હતી.
3/8

4/8
આ ધારાસભ્યોએ ચીમકી પણ આપી છે કે, રૂપાણી આવ્યા પછી અધિકારીઓ સામે પગલા નહીં ભરાય તો ફરી ધારાસભ્યોનો સંપર્ક કરીને અભિયાન હાથ ધરાશે. ધારાસભ્યોએ જે પાંચ અધિકારીઓ સામે નારાજગી વ્યકત કરી તેમની સામે પગલા ભરવાની ખાતરી મળતાં તેમણે હાલ પુરતો સંતોષ વ્યકત કર્યો હતો.
5/8
આ અધિકારીઓમાં કૈલાસનાથન પણ હોવાની ચર્ચા ચાલી રહી છે. નિતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિતિન પટેલના બંગલે નારાજ ધારાસભ્યો પૈકી મધુ શ્રીવાસ્તવ અ્ને કેતન ઇનામદારને સાંભળ્યા હતા અને સમજાવ્યા હતા. યોગેશ પટેલને રૂટીન મેડિકલ ચેકઅપ માટે જવાનું હોવાથી ગાંધીનગર આવી શકયા ન હતા.
6/8
જો કે ભારે સમજાવટ પછી ગાંધીનગર આવનાર બંને ધારાસભ્યોએ હાલના તબક્કે સંતોષ વ્યકત કર્યો હતો. સાથે સાથે ચીમકી આપી હતી કે, રૂપાણી આવ્યા પછી અધિકારીઓ સામે પગલા નહીં ભરાય તો ફરી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી હતી.
7/8
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે ત્યારે ભાજપના વડોદરાના ત્રણ નારાજ ધારાસભ્યોનો અસંતોષ સપાટી પર આવ્યો છે. આ ધારાસભ્યોએ રાજ્ય સરકારના પાંચ ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ કરી છે. સાથે સાથે આ પાંચ ઉચ્ચ અધિકારીઓ સામે રૂપાણી પાછા આવે ત્યારે પગલાં લેવા પણ કહ્યું છે.
8/8