શોધખોળ કરો
ગાંધીનગરઃ યુવકે FB ફ્રેન્ડ યુવતી સાથે ગેસ્ટ હાઉસમાં માણ્યું એકાંત, ખુશ થઈને ઘરે જતો હતો ત્યારે શું બન્યું?

1/9

ગાંધીનગરઃ ગાંધીનગરમાં એક યુવતીએ શિક્ષક સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેને પોતાની સાથે શારીરિક સુખ માણવા ગેસ્ટ હાઉસમાં બોલાવ્યો હતો. યુવતી સાથે એકાંત માણવા યુવક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો અને યુવતી સાથે એકાંત માણ્યું પછી ઘરે જતો હતો ત્યારે બ્લેકમેઈલ કરીને લૂંટા લેવાયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
2/9

આ કેસની વિગત એવી છે મહુડીના વતની એવા શિક્ષકને ફેસબુક એકાઉન્ટ પર તાજેતરમાં સોનુ ખાન નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ રીક્વેસ્ટ તેણે સ્વીકારતાં બંને વચ્ચે મિત્રતા કેળવાઇ હતી. એ પછી બંને વચ્ચે વાતચીત થતી. બંને વચ્ચે નિકટતા વધતાં યુવતીએ તેને શારીરિક સુખ માળવા ગાંધીનગર બોલાવ્યો હતો.
3/9

શિક્ષક 17 મેના રોજ ગાંધીનગર આવ્યો હતો જ્યાં તે સોનુ ખાનને મળ્યો હતો. બંને ગેસ્ટહાઉસમાં ગયા હતા અને ગેસ્ટ હાઉસના રૂમમાં એકાંત માણ્યું હતું. ત્યાંથી શિક્ષક ઘરે જવા માટે પોતાની બોલેનો કાર લઇને નીકળ્યો હતો ત્યારે પ્રેસ સર્કલ પાસે બે બાઇક પર આવેલા ચાર શખસોએ તેને આંતર્યો હતો.
4/9

આ શખસો પૈકી એક શખસે સોનુ તેની બહેન હોવાનું જણાવી ધમકી આપતાં શિક્ષક ગભરાયો હતો. આ દરમિયાન ચારેય જણા તેની કારમાં બેસી ગયા હતા. ત્યાર બાદ કારને સુમન ટાવર પાસે લાવવામાં આવી હતી. કારમાં બેઠેલા શિક્ષકોએ સોનુ ખાન નામની યુવતી સાથે સંબંધ બાંધવા બદલ શિક્ષકને બ્લેક મેઇલ કરવાની ધમકી આપી હતી.
5/9

આ લોકોએ શિક્ષક પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગભરાયેલા શિક્ષક પાસેથી એટીએમ કાર્ડ પડાવીને તેના એટીએમમાંથી ત્યારે જ રૂપિયા 1.31 લાખ ઉપાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ શખસોએ તેની બોલેનો કાર પણ પડાવી લીધી હતી. થોડા સમય બાદ એક શખસ તેના ઘરે જઇને બાકીનાં નાણાં લઇ આવ્યો હતો.
6/9

આ ત્રણેયની પૂપરછમાં આનંદ ભાવસાર નામના શખસનું પણ નામ ખુલ્યુ હતું. આ શખસ અગાઉ મહુડી રહેતો હતો. તેણે જ શિક્ષકની બાતમી મેળવી ફસાવવાનો પ્લાન ઘડયો હતો. આ બનાવ અંગે પોલીસે ઝડપાયેલા શખસોના કબજામાંથી બલેનો કાર તથા મોબાઇલ, એટીએમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે યુવતી ફરાર છે.
7/9

પ્રાથમિક તપાસમાં આ શખસો સાગર ભરત જાની (રહે. ડી-૩૦૩, સકલ રેસિડેન્સી, ન્યુ વાવોલ), બ્રિજેશ હરેશ પટેલ (રહે. કૃષ્ણનગર, ધનુષ્યધારા સોસાયટી, નરોડા), રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (રહે. ૩૭૫-૨, સેક્ટર-૪ બી) તથા અર્પણ ઉર્ફે સની જગદીશગીરી ગોસ્વામી (ઇ-૧૧૯- વિભાગ-૧, પાશ્વનાથ ટાઉનશીપ, નરોડા) હોવાનું જણાયું હતું.
8/9

દરમિયાન એસઓજીના હે.કો. દિવ્યરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદિપસિંહને બાતમી મળી હતીકે, આ ગુનામાં સંડોવાયેલા શખસો વાવોલ પાસે બેઠા છે. પોલીસે દરોડો પાડી બલેનો કાર સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા.
9/9

થોડા સમય પછી ફરી ફોન આવતાં આ ઘટના અંગે શિક્ષકે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. તેના આધારે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવીના માધ્યમથી એક બાઇક ટ્રેસ થયુ હતું. શિક્ષકે તેને મળનારા લોકો આ જ બાઈક પર આવ્યા હોવાની વાત જણાવી હતી.
Published at : 22 May 2018 10:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
દુનિયા
Advertisement
