શોધખોળ કરો
ગાંધીનગર: યુવા નેતા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશના ધરણાં સમાપ્ત, દારૂબંધીના કાર્યક્રમો રાજ્યભરમાં રહેશે યથાવત
1/3

ગાંધીનગર: ગાંધીનગરમાં મહિલાના ઘરમાં દારૂના મામલે જનતા રેડ કરનારા હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ સામે પોલીસે ગુનોં નોંધ્યો છે. જોકે, તેઓ સામે ચાલીને એસપી ઓફિસે પોતાની ધરપકડ કરાવવા માટે પહોંચ્યા હતા. પરંતુ પોલીસ તેમની ધરપકડ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીમાં ધરણા ઉપર બેઠાં હતા.
2/3

યુવા નેતાઓએ માંગ કરી હતી કે જ્યાં સુધી પોતાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ એસપી કચેરીની બહાર નહીં જાય. તેમના ધરણામાં કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ સહકાર આપ્યો હતો. બીજી તરફ ગાંધીનગર એસપી વિરેન્દ્ર યાદવે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી અને આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે વિશ્વાસ પણ આપ્યો હતો. ગાંધીનગર એસપી સાથેની બીજી વખતની મુલાકાત બાદ યુવા નેતાઓએ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતા.
Published at : 07 Jul 2018 09:59 PM (IST)
View More





















