ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓના મૃતદેહની તપાસ હાથ ધરી છે.
2/4
બનાસકાંઠાઃ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામની ચાર યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
3/4
4/4
કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે બે બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ તેની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે. તો બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો મૃતક ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવ્યું છે.