શોધખોળ કરો
ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ, ધાનાણીની ટીંગાટોળી કરી લઇ ગઇ પોલીસ
1/7

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાલા કોંગી સભ્ય ભગવાન બારડ, કોડિનારના ધારાસભ્ય મોહન વાળા સહિત 100 જેટલા કોંગી કાર્યકરોએ સોમનાથ-વેરાવળ હાઇવે પર કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે ચક્કાજમ કર્યો હતો. ધારાસભ્ય સહિત 100 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
2/7

અમરેલીના વડિયામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ખેડૂતોએ રસ્તો રોકી ચક્કાજમ કર્યો હતો. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી દેવા માફ કરો નહીંતર ભાજપને સાફ કરોના નારા લાગ્યા હતા. પોલીસે આંદોલનકારીઓની ટિંગાટોળી કરી 100 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
Published at : 10 Jun 2018 12:44 PM (IST)
Tags :
Rupani GovernmentView More





















