આ અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા કેશુભાઇ પટેલ પ્રથમવાર 1995માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે નવરાત્રી વેકેશન જાહેર કર્યું હતું. તે સમયે 10 દિવસનું નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે દિવાળી વેકેશનના દિવસોમાં ઘટાડો કરીને 14 દિવસ કરી દેવાયા હતા.
2/4
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ શાળા-કોલેજોમાં આગામી નવરાત્રીમાં 15થી 21 ઓક્ટોબર દરમિયાન વેકેશન રહેશે. બે દાયકા બાદ ગુજરાતમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
3/4
4/4
ગાંધીનગરઃ નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ભણતરનો ભાર ભુલીને મનભરીને ગરબાનો આનંદ માણી શકે તે માટે સરકારે નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તમામ શાળા-કોલેજોમાં ચાલુ સત્રમાં નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કર્યું છે. નવરાત્રીમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવાને કારણે દિવાળી વેકેશનમાં ઘટાડો કરવામાં આવી શકે છે.