અમદાવાદઃ કેન્દ્ર સરકારના અભિગમ પ્રમાણે સૌપ્રથમ કેશલેસ ગુજરાત રાજ્ય બને તેવી ઈચ્છા સાથે અંબાજી મંદિરમાં ગુજરાતના મુખ્યપ્દાન વિજય રૂપાણીએ સ્વાઈપ મશીનની શરૂઆત કરાવી હતી અને પત્નીના ડેબિટ કાર્ડથી રૂપિયા 31 હજારનું દાન પણ સ્વાઈપ મશીનથી કરી કેશલેસ ડોનેશનની શરૂઆત કરાવી હતી.
2/5
આ પ્રસંગે મુખ્યપ્રધાનએ કહ્યું કે, હુ આજે સીએમ બન્યા બાદ પ્રથમ વાર અંબાજી માતાજીના દર્શન કરવા પરીવાર સાથે આવ્યો છુ. આખા ગુજરાતમાં લોકો પર કોઈ મુસીબત ન આવે તે માટે માતાજીને પ્રાર્થના કરી છે આજે અંબાજી મંદિરમાં કોઈ માઈ ભક્તને ઓનલાઇન ડોનેશન દાન આપવુ હોય તે માટે અહીં સ્વાઇપ મશીન પણ મુકવામાં આવ્યા છે.
3/5
આ થકી લોકોને બેન્કની લાઈનમાં ઉભું રહેવુ પડશે નહિ અને કેશલેસ સુવિધાથી મોટી રાહત થશે અને અહીં સોના માટે અને ડોનેશન માટે મશીનનો પ્રારંભ કરાયો છે.
4/5
નોટબંધીની જાહેરાત બાદ છેલ્લા ર૦ દિવસથી મંદિરની દાનપેટીમાં નાણાંનો પ્રવાહ ઘટયો હતો. મંદિરનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ મંદિરને જે દાન મળી રહ્યું હતું કે પ્રસાદનું વેચાણ થતું હતું તેમાં ૩૦ ટકાથી પણ વધુનો ઘટાડો થયો છે. જેને કારણે ભકતોને પૂજા માટે, દાન માટે કે ચડાવા માટે પ્લાસ્ટિક મનીથી ચૂકવણી કરી શકે તેવી વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
5/5
ડિસેમ્બર માસના અંત સુધીમાં રાજ્યભરનાં સુપ્રસિદ્ધ મંદિર દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, બહુચરાજી, ચોટીલા, આશાપુરા, ભદ્રકાળી વગેરે મંદિરમાં ઇ વોલેટ ઉપરાંત ડેબિટ, ક્રેડિટ કાર્ડ દ્વારા દાન, ચડાવો કે પ્રસાદની કેશલેસ ચૂકવણી શરૂ કરી દેવાશે.