ગુજરાતમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં વઘઇ ઉપરાંત ઉમરગામમાં 78.79 ઈંચ (મોસમનો 107.32 ટકા વરસાદ) કપરાડામાં 76.14 ઈંચ (મોસમનો 70.47 ટકા વરસાદ) , વલસાડમાં 75.62 ઈંચ (મોસમનો 97.51 ટકા વરસાદ), ખેરગામમાં 73.97 ઈંચ (મોસમનો 101.63 ટકા વરસાદ) વરસાદ પડી ચૂક્યો છે.
2/6
અમદાવાદઃ ચોમાસાની ચાલુ સિઝનમાં ગુજરાતમાં અમુક ઠેકાણે ભારે વરસાદ થયો છે જ્યારે અમુક ઠેકાણે વરસાદ જ થયો નથી. એ રીતે ગુજરાતમાં વરસાદને મામલે વિરોધાભાસ જોવા મળે છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડેલા વરસાદના આંકડા જોઈને ચોંકી જવાય એવી સ્થિતી છે.
3/6
4/6
આ ઉપરાંત ધરમપુરમાં 73.58 ઈંચ (મોસમનો 76.54 ટકા વરસાદ), પારડીમાં 66.29 ઈંચ (મોસમનો 78.45 ટકા વરસાદ), ચીખલીમાં 65.59 ઈંચ (મોસમનો 90.67 ટકા વરસાદ) વાપીમાં 64.13 ઈંચ (મોસમનો 74.72 ટકા વરસાદ) તથા વાંસદામાં 63.11 ઈંચ (મોસમનો 83.78 ટકા વરસાદ સાથે નોંધપાત્ર વરસાદ થઈ ચૂક્યો છે.
5/6
6/6
અત્યાર સુધીના વરસાદમાં દક્ષિણ ગુજરાતના વઘઇ તાલુકામાં 97.59 ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ ચોમાસુ અડધું પણ નથી થયું ત્યાં વઘઇમાં મોસમનો 102.67 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. વઘઇ ઉપરાંત ઉમરગામ, કપરાડા, વલસાડમાં અત્યાર સુધી 75 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.