સુરત: મુંબઈથી છેલ્લા બે દિવસથી ગુમ થયેલા ગુજરાતી એક્ટર શ્યામ માખેજાએ સુરતના અનમોલ માર્કેટના ત્રીજા માળેથી રહસ્યમય સંજોગોમાં કુદકો મારી દીધો હતો. પાર્કિંગના શેડ પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા લઈ તેને મુંબઈ રવાના કરી દેવાયો હતો.
2/4
શ્યામે શા માટે આ પગલુ ભર્યું અને તે સુરત શા માટે આવ્યો હતો તે અંગે જણાવા મળ્યું નથી. તેમના પિતા પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે આ અંગે શ્યામે હજી સુધી અમને કંઈ પણ જણાવ્યું નથી તે હાલ ટ્રોમામાં છે.
3/4
કાંદિવલી પોલીસે જણાવ્યું પ્રમાણે શ્યામ માખેજા ગત તા.31મી મેના રોજ થી મુંબઈથી ગુમ થઈ ગયો હતો. જેથી તેમના પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો ક્યાંય પત્તો ન લાગતા આખરે પરિવારે કાંદિવલી પોલીસ મથકમાં 31મીએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
4/4
મુંબઈના કાંદિવલીમાં રહેતા 28 વર્ષીય એક્ટર શ્યામ માખેજા. શનિવારે અનમોલ માર્કેટના ત્રીજા માળેથી શ્યામ કુદી પડ્યો હતો. જોકે નીચે ગાડીઓ પાર્ક કરવા માટે બનાવેલા પતરાનાં શેડ પર પડતા તેનો જીવ બચી ગયો હતો. પરંતુ તે ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ રજા લઈ તેમને તાત્કાલિક મુંબઈ રવાના કરી દીધા હતા.