ઉદયપુરઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી હાર્દિક પટેલ છ મહિના સુધી ગુજરાત બહાર ઉદયપુરમાં રહેવાનો છે. ત્યારે ઉદયપુરમાં નિવાસ દરમિયાન હાર્દિક પટેલને નજરકેદ રાખવામાં આવતાં તેણે પોતાના વકીલના માધ્યમથી રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરતાં હાર્દિકને રાહત મળી છે અને 50 દિવસ નજરકેદ રહ્યા પછી હવે તે ઉદયપુરમાં ભ્રમણ શરૂ કર્યું છે.
2/4
3/4
આ અગાઉ તે 14મી તારીખે ઉદયપુર સ્થિત બોહરા ગણેશના મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાં તેણે સમાજને હક મળે તેવી પ્રાર્થના કરી હતી.
4/4
હાર્દિકને કોર્ટ તરફથી રાહત મળતાં ઉદયપુરમાં ભ્રમણ કરી રહ્યો છે. હાર્દિક પટેલ પરમ દિવસે ભુવાનાના એક મોલમાં ગયો હતો અને આ પછી તે ફતેહ સાગર લેક જોવા માટે ગયો હતો. આ સમયે તેણે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ પછી તે ખૂબ જ ખુશ છે.