પર્વતીય વિસ્તારમાં હીમવર્ષાને કારણે ઉત્તર ભારત સહિત 11 રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ છે. આગામી 10 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહે તેવી શક્યતા છે. ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થઆન સહિતના અનેક રાજ્યો શીત લહેરની ચપેટમાં છે.
2/3
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ હાડ થીજાવતી ઠંડી યથાવત છે. અમદાવાદમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 9.2 અને વલસાડમાં 8.5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. અમરેલીમાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
3/3
અમદાવાદ: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે. મોટાભાગના જિલ્લાઓમાં પારો 10 ડિગ્રીની નીચે છે. ગુજરાતમાં ગાંધીનગર ઠંડુગાર શહેર છે. ગાંધીનગરમાં પારો 6.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ડિસામાં 7.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.