નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના અવસર પર ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિ (I-PAC) ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા તેમના વિચારો પર ફરીથી ચર્ચાનો માહોલ તૈયાર કરવા પહેલ શરૂ કરી છે. આ માટે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિએ 29 જૂન 2018ના રોજ નેશનલ નેશનલ એજન્ડા ફોરમની સ્થાપના કરી હતી. NAF દેશવ્યાપી ઝૂંબેશ છે. જેના મારફતે ગાંધીજીના 18 સૂત્રીય રચનાત્મક કાર્યક્રમ પર ચર્ચાને પુનજીવિત કરવા અને આ ચર્ચા મારફતે દેશની પ્રાથમિકતાઓને ફરીથી નિર્મિત કરવા, સમકાલીન ભારત માટે ક્રિયાન્વયન યોગ્ય એજન્ડા તૈયાર કરવાનો છે.
2/3
નેશનલ એજન્ડા ફોરમ સાથે સ્વતંત્રતા સેનાની અને ભારતમાં ગાંધીવાદી વિચારનો અભ્યાસ ધરાવતા પ્રોફેસર રામજી સિંહ, કલાકાર અને પદ્મભૂષણ વિજેતા શ્રીમતી તીજનબાઇ, રાજસ્થાન અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જજ એન.એન માથુર સહિત અને મહાનુભાવાઓએ સમર્થન આપ્યું છે. I-PACની આગામી બે સપ્તાહમાં 21 રાજ્યોમાં 750 કોલેજના વિદ્યાર્થીઓ અને 320 સામાજિક સંગઠનો સુધી પહોંચવાની યોજના છે. NAF માટે મતદાન ચાલી રહ્યું છે. તમે www.indianpac/naf પર લોગ ઇન કરીને તમે પણ હિસ્સો બની શકે છે અને મત આપીને પોતાનો એજન્ડા અને નેતા પસંદ કરી શકો છો.
3/3
લોન્ચ થયાના 30 દિવસની અંદર નેશનલ એજન્ડા ફોરમ (NAF)ને દેશભરમાંથી અપાર સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 28,901 યુવા એસોસિયેટ્સ, 142 પ્રતિષ્ઠિત લોકો અને 206 સામાજિક સંગઠન પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.