2004માં ચાર્જશીટ ફ્રેમ કરવામાં આવી હતી અને તે પછી કેસ પુરાવાના આધારે ચાલી રહ્યો હતો. ચૌધરીએ જણાવ્યું કે, ‘કસ્ટડીમાં ટોર્ચરની આ ઘટના બની તેનો તે સમયે પોલીસ કસ્ટડીમાં રહેલો અન્ય એક આરોપી પણ સાક્ષી હતો અને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિનામાને દોષી જાહેર કર્યા હતા અને સજા સંભળાવી હતી.’ કોર્ટે પીડિતને 10 હજારનું વળતર આપવાનો પણ નિનામાને આદેશ આપ્યો હોવાનું ચૌધરીએ જણાવ્યું હતું.
2/6
સમાના વકીલ હેમસિંહ ચૌધરીએ જણાવ્યું કે, ‘મેડિકલ ચેકઅપમાં ઈજા થયાનું બહાર આવતા કોર્ટે તપાસનો આદેશ કર્યો હતો. આટલા વર્ષો દરમિયાન કોર્ટે નિનામાની કેસ રદ કરવાની અરજી પણ ફગાવી દીધી હતી.’
3/6
ફરિયાદ અનુસાર, સમાને ભુજ પોલીસ સ્ટેશનમાં બોલાવાયા હતા અને નિનામાએ તેમને પોતાનો વાંધો પાછો ખેંચી લેવા જણાવ્યું હતું. જોકે સમાએ ના પાડી દીધી હતી. બાદમાં સમા સામે આઈપીસીની કલમ 385 અંતર્ગત ગુનો નોંધી તેમને પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યા હતા. બીજી દિવસે સમાએ ભુજની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે સમાનું મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો.
4/6
2001માં ભુજ કોર્ટમાં મોહમ્મદ ઈસ્માઈલ સમાએ નિનામા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ચમન ગોર અને પ્રતાપસિંહે ન્યૂઝપેપરમાં પોતાની જમીન વેચવાની જાહેરાત આપી હતી અને તે અંગે કોઈ વાંધા-દાવા હોય તો રજૂઆત કરવા જાહેરાતમાં જણાવાયું હતું. જેની સામે મોહમ્મદ સમાએ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી આ જમીન પર પોતાનો હક હોવાનું જણાવી તેના વેચાણ સામે વાંધો નોંધાવ્યો હતો.
5/6
આ કેસમાં એડિશનલ જજ વી ડી મોઢે નિનામાને આઈપીસીની કલમ 323 અંતર્ગત દોષી જાહેર કર્યા હતા, પણ નિનામાના વકીલે સેશન કોર્ટમાં અપીલ કરવા માટે સમય માગતા પોતાનો આદેશ એક મહિના માટે રોકી દીધો હતો.
6/6
ભુજ: રૂપિયા લઇને ખોટા કેસમાં ફસાવી દેવા સાથે માર મારવા અંગેના સત્તર વર્ષ જૂના ભારે ચકચારી કિસ્સમાં હાલ આઇ.બી. વિભાગમાં એસ.પી. કક્ષાના અધિકારી તરીકે ફરજ બજાવતા કચ્છના જે-તે સમયના નાયબ પોલીસ અધીક્ષક મનોજ લલ્લુભાઇ નિનામાને આ પ્રકરણમાં દોષિત ઠેરવીને ભુજની કોર્ટે તેમને એક વર્ષની કેદ અને 1000 રૂપિયાના દંડની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. સાથે-સાથે આરોપી પોલીસ અધિકારી કેસના ફરિયાદીને 10 હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવે તેવો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.