શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં રાદડિયાના ગઢમાં કોંગ્રેસે પાડ્યાં ગાબડાં, તાલુકા પંચાયતમાં કોણે જીતી કેટલી બેઠકો ? જાણો વિગત
1/6

વિધાનસભાના વિપક્ષી કોંગી નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠકો ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 16 બેઠકો ઉપર અગાઉ કોંગ્રેસનો ઝળહળતો વિજય થયો હતો. પરંતુ તાજેતરમાં જ પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતાં કોંગ્રેસનાં જ છ ઉમેદવારોએ બળવો કરી અલગ ચોકો જમાવેલો, જેથી કોંગ્રેસે પાર્ટીમાંથી બરતરફ કરતા સદસ્યોએ રાજીનામા ધરી દેવાથી ખાલી પડેલી છ સીટોની રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરીણામ જાહેર થયું હતું.
2/6

વિંછીયા તાલુકા પંચાયતની અમરાપુર બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર દયાબેન તલસાણીયાએ ભાજપનાં ઉમેદવારને 445 મતે હરાવીને સોંપો પાડી દીધો હતો. થોડા સમય પહેલા કોંગ્રેસને છોડીને ભાજપમાં ભળી જઈ કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજી બાવળીયાનાં વતનમાં જ ભાજપને કારમી હારનો સામનો કરવો પડયો છે. અત્યાર સુધી અહીં તેમનો ભારે દબદબો હોવાનું લાગતું હતું અને વતન અમરાપુરમાં બે-બે વખત ગ્રામજનો સાથે બેઠક પણ યોજી હતી છતાં જીત મળી નથી.
Published at : 10 Oct 2018 11:35 AM (IST)
View More





















