શોધખોળ કરો
ગુજરાત હાઇકોર્ટે કેમ કાઢી AMCની ઝાટકણી, જાણો વિગત

1/4

શહેરમાં નજીવા વરસાદમાં જ પડી જતાં ભૂવા અંગે કોર્ટે પૂછ્યું કે, શહેરમાં પડતાં ભૂવા માટે કોઈ સિસ્ટમ કેમ ઉભી ન કરી શકાય ટેકનોલોજીનો ઉપયોગ કેમ ન થાય?. આટલા મોટા ભૂવા પડે છે તો શું કરવું? આ પ્રકારના ભુવા લોકો માટે જોખમી બની શકે. કોર્ટના સવાલો પર AMCએ જણાવ્યું કે, જુની પાઈપલાઈનના કારણે ભૂવા પડે છે.
2/4

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, લોકો પાસે અપેક્ષા છે કે, નાગરિકો પણ સ્વયં શિસ્ત જાળવે. તેમણે પણ સમજવું જરૂરી છે કે, આ નાગરિકો માટે જ સારી બાબત છે, ત્યારે જ આ સિટી સ્માર્ટ સિટી બની શકશે. લોકો પણ આ રીતે સહભાગી થશે, તો શહેરને સ્માર્ટ સિટી બનતા કોઈ રોકી નહિ શકે.
3/4

હાઇકોર્ટે પાર્કિંગમાં અડચણરૂપ બાંધકામો સામે પગલા લેવા પણ આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં પાર્કિંગ મુદ્દે ટકોર કરતા કહ્યું કે, પાર્કિંગની સુવિધા વધારવાની જરૂરીયાત છે. હાઈકોર્ટે સતત વધી રહેલા ટ્રાફિક મામલે ટ્રાફિક ઝૂંબેશ સતત ચાલુ રાખવાની પણ ટકોર કરી હતી.
4/4

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં આજે ટ્રાફિક, રોડ-રસ્તા અને રખડતાં ઢોર મામલે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું કે, એએમસી પાસે લાંબાગાળાની કોઈ નીતિ નથી.
Published at : 23 Jul 2018 08:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
