શોધખોળ કરો
અમદાવાદ સહિત ગુજરાતમાં માવઠું: ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ અદ્ધર
1/7

અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને પગલે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગુજરાતના વાતાવરણમાં સોમવારે અચાનક પલટો આવ્યા બાદ બપોરે ગાંધીનગર સહિત રાજ્યના કેટલાંક ભાગોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાદળછાયા વાતાવરણને લીધે બે દિવસ સુધી સામાન્ય ઠંડીનો અહેસાસ રહેશે.
2/7

7મી ફેબ્રુઆરી સુધી વાદળછાયી સ્થિતિ યથાવત રહેવા સહિત 10મી સુધી તેની અસરો વર્તાવાની સંભાવનાઓ વચ્ચે પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર-પૂર્વિ ગુજરાતમાં વરસાદી ઝરમર કે અમીછાંટણાની સંભાવના છે.
Published at : 06 Feb 2018 09:44 AM (IST)
Tags :
AhmedabadView More























