શોધખોળ કરો
ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી, જાણો રાજ્યના ક્યા વિસ્તારમાં પડશે ભારે વરસાદ?
1/3

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક લો-પ્રેશર સિસ્ટમને કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૨૩થી લઈ ૨૬ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદ પડશે.
2/3

અત્યાર સુધીમાં રાજ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમા સર્જાયેલું સાયકલોનિક લો-પ્રેશર ઓડિશા થઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચ્યું છે, જે હવે ગુજરાત પર આવવાની શક્યતા છે. જેને કારણે ગુજરાતમાં 23મી ઓગસ્ટના રોજ પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે આગામી 24 કલાકમાં જૂનાગઢ, જામનગર, દ્ધારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 23 Aug 2018 05:39 PM (IST)
View More





















