આનંદીબેન પટેલે કહ્યું કે, પાકિસ્તાન દેશના વડાપ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન ખાન પણ આપના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો વાપરે છે. તેમજ અમેરિકા જેવા દેશમાં પણ નરેન્દ્ર મોદીના સૂત્રોનો ઉપયોગ થતો હોય ત્યારે આપણે ગર્વ લેવાની વાત છે.
3/6
જામનગરઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. ગઇકાલે આનંદીબેન પટેલે જામનગરમાં વૃદ્ધો માટે તૈયાર કરવામાં આવેલા વાત્સલ્યધામના ઉદ્ધાટન પ્રસંગમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા આનંદીબેન પટેલે પાકિસ્તાન ચૂંટણીમાં જીત મેળવી ચૂકેલા ઈમરાન ખાનને વડાપ્રધાન નરેંદ્ર મોદીના અનુયાયી ગણાવ્યા હતા.
4/6
કાર્યક્રમમાં જામનગરના બીજેપી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ખીજડા મંદિરના મહારાજ સહીતના માહાનુભાવો તેમજ મોટી સંખ્યા માં વિવિધ સંસ્થાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
5/6
6/6
તેમણે કહ્યું કે નરેંદ્ર મોદીના ભાષણને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા જઇ રહેલા ઈમરાન ખાન અને બીજા દેશના નેતાઓ અનુસરે તે ગર્વની વાત છે. સાથે જ આનંદીબેન પટેલે કહ્યુ કે સૌનો સાથ સૌનૌ વિકાસ સૂત્રનો અમેરિકાની ચૂંટણીમાં પણ ઉપયોગ થાય છે.