શોધખોળ કરો
ભાજપના ક્યા ટોચના નેતાએ જયપ્રકાશ નારાયણને બદલે જયનારાયણ વ્યાસને સ્વર્ગસ્થ બનાવી દીધા ?
1/3

જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પ્રસંગે સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અને તેને લગતું લખાણ ટ્વિટર પર રાજેન્દ્ર ત્રિવેદીએ મૂકયું છે. જેમાં જયપ્રકાશ નારાયણને બદલે પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની જન્મજયંતિ અને ભારત રત્નથી નવાજયાનું લખાણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.
2/3

આ બાબતે રાજેન્દ્ર ત્રિવેદીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે કોમ્પ્યુટરમાં મોટા ભાગના શબ્દો અગાઉથી ફીડ થયેલા હોય છે જેના કારણે એક શબ્દ લખતાજ આખો શબ્દ આવી જતો હોય છે. જે લોકો મારી આ કામગીરી સંભાળે છે, તેમાંથી આ ટવીટ કરતી વખતે તેનાથી અગાઉ લખાયેલા શબ્દો મુજબ એક શબ્દ લખતાજ સીધો શબ્દ આવી ગયો હશે. આ લખનારની ભૂલ હોઇ શકે, અને આ અંગે મારૂ ધ્યાન દરોતા મને જાણ થઇ હતી. મને બીજી કોઈ ખબર નથી.
Published at : 14 Oct 2018 04:40 PM (IST)
Tags :
Gujarat BjpView More





















