સોનાક્ષી શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લઈ પરત મુંબઈ જવા રવાના થશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જાણીતા અભિનેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી અગાઉ રેમ્બો રાજકુમાર ફિલ્મના શુટીંગ સમયે પણ ભુજ આવી ચુકી છે.
3/7
4/7
5/7
હોટલમાં થોડો સમય રોકાણ કર્યાં બાદ ટાઉનહોલ પાસે આ અભિનેત્રી જ્યારે ચણિયા ચોળીની ખરીદી કરવા માટે બજારમાં નીકળી હતી ત્યારે તેની એક ઝલક નિહાળવા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. અનેક ચાહકોએ સોનાક્ષીની તસ્વીર પોતાના મોબાઇલમાં કલીક કરવા પડાપડી કરી હતી.
6/7
સોનાક્ષીને જોવા માટે ભુજવાસીઓ ઉમટી પડ્યાં હતાં. આર્મી જવાનોના યુનિફોર્મ જેવા કેમોફ્લેજ ઉપર બ્લેક ટી-શર્ટ અને બ્લેક ગોગલ્સ પહેરી સોનાક્ષી ચણિયાચોળી ખરીદતી નજરે પડી હતી. આ ઉપરાંત કચ્છમાં આવેલ આર્મી ગ્રાઉન્ડમાં સોનાક્ષી જવાનો સાથે વોલિબોલ પણ રમી હતી. સોનાક્ષીની એક ઝલક મેળવવા માટે જવાનો આવી પહોંચ્યા હતાં.
7/7
ભુજ: બોલિવુડમાં ‘દબંગ ગર્લ’ તરીકે જાણીતી બનેલી ફિલ્મ અભીનેત્રી સોનાક્ષી સિન્હા ભુજની મહેમાન બની હતી. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલી સોનાક્ષી શુક્રવારે સાંજે ભુજ આવી પહોંચી હતી.