ઇરફાનભાઇના પરિવારને બંધક બનાવી લૂંટારૂઓ કિમંતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત ઇરફાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો પરંતુ મંગળવારે બપોરે તેમણે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી. બંનેના નિવાસે લોકો એકત્ર થઇ ગયાં હતાં.
2/5
ગત રાત્રિના સમયે ઇરફાનના નિવાસે ત્રાટકેલા નિગ્રો લૂંટારૂઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને ઈરફાનભાઇ બહાર આવતાં જ તેમની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બનેવીના અવાજ આવતાં સોહેલ તેના ઘરમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે લુંટારૂઓએ દાદર પર જ તેના પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરતાં તે ઢળી પડ્યો હતો.
3/5
10 વર્ષ પહેલા તેમણે રોજગારી મેળવવા આફ્રિકા જવાનું નક્કી કર્યું હતું. તેઓ પ્રિટોરીયાના સ્થાનિક મોલમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. પ્રિટોરીયામાં જ તેમના ઘરની સામે તેમના બનેવી ઈરફાન બશીર ખીદા ઉર્ફૈ ડોન રહેતા હતાં. તેઓ કંથારીયા ગામના વતની છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે.
4/5
દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયા શહેરમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ મુળ ગુજરાતના ભરૂચના વતની એવા સાળા અને બનેવીની ગોળી મારી હત્યા કરી નાખી હતી. બનેવીના ઘરે ફાયરિંગનો અવાજ આવતાં સામે રહેતો સાળો બહાર દોડી આવતાં લૂંટારૂઓએ તેને પણ ઠાર મારી દીધો હતો જ્યારે ઈજા પામેલા બનેવીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બંને મૃતકો ભરૂચ નજીક આવેલા કરમાડ અને દયાદરા ગામના વતની હતાં.
5/5
કરમાડ ગામની દહેલાઇ સ્ટ્રીટમાં રહેતા 35 વર્ષીય સોહેલ દીલાવર પટેલ ઉર્ફે ચંચોરીયા તેમના પત્ની ફાતીઝા અને ત્રણ વર્ષીય પુત્રી ફામીના સાથે આફ્રિકાના પ્રિટોરીયા શહેરમાં સ્થાયી થયાં હતાં.