શોધખોળ કરો
ભાજપનો ખેસ પહેરનાર પાસ કન્વીનર મનોજ પનારાએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
1/4

મનોજ પનારાએ જણાવ્યું હતું કે, તેઓ રોડ પર જઈ રહ્યા હતાં તે સમયે ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત તેમજ જિલ્લા અગ્રણીઓ પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે પાટીદાર સમાજના આગેવાન તરીકે મનોજ પનારા ખેલદિલી પૂર્વક ભાજપના ઉમેદવારને અભિનંદન પાઠવવા ગયા હતા પરંતુ તે સમયે એક મહિલા ભાજપનો ખેસ પહેરાવીને ફોટો પાડી દીધો હતો. મેં તરત એ ખેસ પરત કરી આ પ્રકારની ખોટી પ્રવૃત્તિથી દુર રહેવા જણાવ્યું હતું.
2/4

મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીને કારણે હાલમાં મોરબીનો રાજકીય માહોલ ગરમાયો છે. તેવા સમયે જ ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ સાથે પાસ કન્વીનર મનોજ પનારાના ભાજપનો ખેસ પહેરેલો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. જોકે મનોજ પનારાએ આ ઘટનાને ભાજપનું નિમ્ન કક્ષાનું કૃત્ય ગણાવીને વાત કરતી વેળાએ કોઈ મહિલાએ ખેસ પહેરાવીને ફોટા વાયરલ કરી દીધા હોવાનું જણાવ્યું છે.
Published at : 23 Sep 2018 10:54 AM (IST)
Tags :
PAAS Convener Manoj PanaraView More





















