શોધખોળ કરો
અમદાવાદઃ ડોક્ટર પતિ પ્રેમિકા સાથે હોટલમાં રંગરેલિયામાં હતા મસ્ત ને અડધી રાતે પત્ની પહોંચી હોટલમાં
1/6

અત્યારે ભાર્ગવી માતા-પિતા સાથે રહે છે અને મેડિકલ ઓફિસર તરીકે ફરજ બચાવે છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભાર્ગવીબેનની ફરિયાદના આધારે એન.સી.(જાણવાજોગ) દાખલ કરી છે. લેનીન લાથે જે યુવતી મળી આવી છે તે કેરળની છે અને તે પણ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે કાગળ પરની કાર્યવાહી પૂરી કરીને તેમને જવા દીધા હતા.
2/6

તેણે તપાસ કરતાં પતિ ગર્લફ્રેન્ડ સાથે રૂમમાં રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આમ, છૂટાછેડા ન થયા હોવા છતા પતિના અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું ખૂલતાં ભાર્ગવીએ નવરંગપુરા પોલીસને જાણ કરીને બોલાવી હતી અને પતિ સામે વ્યભિચાર આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.
3/6

આ કેસમાં ગત 8મી નવેમ્બરે મુદત હોવાથી લેનીન અમદાવાદ આવ્યો હતો. આ દિવસે તે આશ્રમરોડ પર આવેલી સેલ્યુટ હોટલમાં રોકાયો હતો. પતિનું અન્ય ડોક્ટર યુવતી સાથે અફેર હોવાની અને તેની સાથે હોટલમાં રોકાયો હોવાની જાણ ભાર્ગવીને થતાં તે અડધી રાતે હોટલ આવી પહોંચી હતી.
4/6

અમદાવાદ આવેલું ડોક્ટર દંપતી સેટેલાઇટમાં રહેવા લાગ્યું હતું. જોકે, બંને વચ્ચે મતભેદ શરૂ થતાં પતિ 11 મહિના પહેલા અલગ રહેવા જતો રહ્યો હતો. તેમજ આ પછી તે કેરળ સ્થાઇ થઈ ગયો હતો. દરમિયાન ભાર્ગવીએ પતિ પાસે ભરણપોષણની માગણી કરતી ફરિયાદ કરી હતી.
5/6

આ અંગેની વિગતો એવી છે કે, વેજલપુરમાં રહેતી ભાર્ગવી વીએસ મેડિકલ હોસ્પિટલમાં ભણતી હતી ત્યારે તે કેરળના લેનીન બાબુ રાજન સાથે પરિચયમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. દરમિયાન પતિ લેનીન વીએસમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. લગ્ન પછી બંને ગુડગાંવ નોકરી માટે આવી ગયા હતા. જોકે, તેઓ 2012માં અમદાવાદ પરત ફર્યા હતા.
6/6

અમદાવાદઃ શહેરની એક હોટલમાં ડોક્ટર પોતાની ડોક્ટર ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. પત્નીને પતિ નવરંગપુરા સ્થિત હોટલમાં રોકાયો હોવાની જાણ થતાં તે અડધી રાતે હોટલ પહોંચી ગઈ હતી અને પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથે પકડી પાડ્યો હતો. એટલું જ નહીં, ડોક્ટરની પત્નીએ પોલીસને બોલાવીને તેના પતિ સામે વ્યભિચારની ફરિયાદ પણ નોંધાવી હતી.
Published at : 11 Nov 2016 09:46 AM (IST)
Tags :
Extra Marital AffairView More
Advertisement





















